ETV Bharat / entertainment

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આ PILને ફગાવી દીધી છે, પાયાવિહોણા આરોપો લગાવ્યા

દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં સુકેશ ચંદ્રશેખર પર ત્રણ કલાકારો સાથેના તેમના સંબંધોને પત્રો દ્વારા જાહરે કરીને તેમની ગરિમાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામમાં આવ્યો છે. આ અજીને કોર્ટે ફગાવી દીધી છે.

દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આ PILને ફગાવી દીધી છે

author img

By

Published : Jul 28, 2023, 4:14 PM IST

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે આ PILને ફગાવી દીધી છે. જેમાં છેતરપિંડીના કેસમાં આરોપી સકેશ ચંદ્રશેખરને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ, નોરા ફતેહી અને ચાહક ખન્ના વિશે જેલમાંથી કથિત અપમાનજનક પત્ર મીડિયામાં જાહેર કરવા અંગે અટકાવાવાની માંગ કરાઈ હતી. આ અરજી પણ સુનાવણી કરતા મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સંજીવ નરુલાની બેન્ચે ક્હ્યું છે કે, અરજી ભારે દંડ સાથે ફગાવી દેવાને યોગ્ય છે.

તાત્કાલિક પગલાંની માંગ: આ પીઆઈએલ જાહેર સેવક અને ત્રણેય કાલકારના સ્વયંભૂ ચાહક નિશાત સિંહ દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજીમાં સુકેશ પર ભારતની મહિલા કલાકારોની ગરિમાને ઈરાદાપૂર્વર ઠેસ પહોંચાડવાના તેમના દુષિત પ્રયોસાનો આરોપ મૂકવામાં આવ્યો છે. અરજીમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અને દિલ્હી સરકાર દ્વારા અભિનેત્રીઓની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે એકબીજા સાથે કથિત રીતે સાંઠાગાંઠ કરવા બદલ કેન્દ્ર સરકાર સામે તાત્કાલિક પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી છે.

પાયા વિહોણા આરોપો: અરજીને ધ્યાનમાં લેવાનો ઈન્કાર કરતા બેન્ચે કહ્યું કે, ''અભિનેત્રીઓની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે કેન્દ્ર અને દિલ્હી સરકારોએ કોઈપણ રીતે સંઠ ગાંઠ કરી હોવાનું સ્થાપિત કરવા માટે કોઈ સામગ્રી (માહિતી) રેકોર્ડ પર મૂકવામાં આવી નથી.'' કોર્ટે કહ્યું હતું કે, ''સસ્તી પ્રસિદ્ધિ માટે અધિકારીઓ પર પાયાવિહોણા આરોપો લગાવવામાં આવ્યા હતા.''

કાલકારોની ગરિમાનું ઉલંઘન: અરજીમાં બીજું એ પણ જણાવવામાં આવ્યું છે કે, ''સુકેશ દ્વારા જેલમાંથી લખવાનમાં આવેલા પત્રો કેટલીક મહિલા કલાકારો સાથેના તેના કથિત સંબંધો વિશે જાહેરમાં વાત કરીને દેશની મહિલાઓ અને ખાસ કરીને મહિલા કલાકાર જેકલીન ફર્નાન્ડીઝની ગરિમાનું ઉલ્લંઘન કરવાનો પ્રયાસ છે. ઉપરાંત સુકેશ જેકલીન સાથેના તેના કથિત સંબંધો વિશે મીડિયામાં અનિયંત્રિત નિવેદનો આપી રહ્યો છે. જેના કારણ તે પોતાનું જવીન સન્માનપુર્વક જીવી સકશે નહીં.''

અરજદારનું નિવેદન: પત્રોના ઘણા ઉદાહરણો ટાંકીને અરજદારે કહ્યું છે કે, ''સુકેશની જાહેર હરકતો તાત્કાલિક બંધ કરવાની જરુર છે અને તેમની સમજ સાવ વિચિત્ર છે. જ્યારે તેમની પત્ની ન્યાયિક કસ્ટડીમાં હતી, ત્યારે તે તેના શંકાસ્પદ પ્રયાસો દ્વાર જેકલીન ફર્નાન્ડીઝ સાથેના પ્રેમને કેળવવામાં અને ઉછેરવામાં તેમજ માવજત કરવામાં વ્યસ્ત હતો.''

  1. Gadar 2's Trailer Launch Event: 'ગદર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં 'તારા સિંહ' થયા ભાવુક, આંસુ લૂછતી જોવા મળી સકીના
  2. Har Har Mahadev Song Out : Omg 2 નું ગીત 'હર હર મહાદેવ' રિલીઝ, અક્ષય કુમાર મહાકાલના અવતારમાં જોવા મળ્યો
  3. Oppenheimer: 'ઓપેનહેમર' ફિલ્મે 70 કરોડનો આંકડો કર્યો પાર, કરણ જોહરની ફિલ્મ સાથે ટક્કર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.