મુંબઈઃ નાઈજીરિયન સિંગર ડિવાઈન ઈકુબોર જે રેમા તરીકે જાણીતા છે. તે તારીખ 12 થી 14 મેના રોજ પહેલીવાર ભારત આવી રહ્યાં છે. કામ ડાઉન હિટમેકર ત્રણ દિવસ ભારતમાં રહેશે. આ દરમિયાન તે તેના ચાહકો માટે વૈશ્વિક હિટ ગીત પર પરફોર્મ કરશે. અહેવાલ છે કે, રેમા SS રાજામૌલીની બ્લોકબસ્ટર RRRના ઓસ્કાર વિજેતા ગીત 'નાટુ નાટુ' પર પરફોર્મ કરશે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રેમાનું નિવેદન: તારીખ 14 મેના રોજ હૈદરાબાદમાં પરફોર્મ કરનાર સિંગર રેમાએ શેર કર્યું કે, ત્યાં તેના ચાહકો માટે તેની પાસે કંઈક ખાસ છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, 'મેં ભારતમાં 'નાટુ નાટુ'ના ક્રેઝ વિશે એટલું સાંભળ્યું છે કે, હું હૈદરાબાદમાં મારા ચાહકોને તે ગીતથી સરપ્રાઈઝ કરવા માંગુ છું.' Afrobeats ને 'Natu-Natu' સાથે મિશ્રિત કરતી નવી પ્રસ્તુતિ તરફ ઈશારો કરતા રેમાએ કહ્યું, 'હું માનું છું કે, સંગીતમાં આગળ વધવાનો માર્ગ ક્રોસ કલ્ચરલ સહયોગ છે. મને ઈન્ડિયન સાઉન્ડ અને એફ્રોબીટ સાથે નૃત્યનું મિશ્રણ કરવું ગમે છે. તેથી હું ડાન્સ નંબરમાં વ્યક્તિગત સ્પર્શ ઉમેરીશ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો:
રેમાના પ્રદર્શનની તારીખ: મનીષ મલ્હોત્રાએ બુધવારે ભારત પહોંચેલી રેમા સાથેની તસવીર શેર કરી અને મુંબઈમાં ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. મીટિંગની તસવીર શેર કરતા ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'મુંબઈમાં અમારા સ્ટુડિયોમાં સુપર ટેલેન્ટેડ રેમાને હોસ્ટ કરવાની ખૂબ જ મજા આવી.' રેમાનો ભારતમાં ડેઝ શો તારીખ 12 મેના રોજ નવી દિલ્હીના JLN સ્ટેડિયમમાં તેનું પહેલું પ્રદર્શન હશે. આ પછી તે તારીખ 13મી મેના રોજ મુંબઈમાં NSCI ડોમમાં પરફોર્મ કરશે. હૈદરાબાદની તેમની મુલાકાત તારીખ 14 મેના રોજ ગચીબાઉલી ખાતે પૂર્ણ કરશે.