હૈદરાબાદ: 'ભૂલ ભૂલ્યા 2' થી લોકપ્રિયતા મેળવનાર કાર્તિક આર્યન અને કિયારા અડવાણી હવે 'સત્ય પ્રેમ કી કથા' દ્વારા ફરીથી દર્શકોના દિલ જીતી રહ્યા છે. ફિલ્મ ઈદના અવસર પર એટલે કે, તારીખ 29 જૂને રિલીઝ થઈ અને ચોથા દિવસ પર ચાલી રહી છે. આ ફિલ્મ અત્યારે સારો દેખાવ કરી રહી છે. પ્રથમ દિવસે તેણે સારું પ્રદર્શન કર્યું હતું, પરંતુ બીજા દિવસે ફિલ્મ ચાલી શકી ન હતી. ત્રીજા દિવસે ફિલ્મ ડબલ ડિજિટમાં કમાણી કરવામાં સફળ રહી છે.
બોક્સ ઓફિસ કલેક્શન: 'સત્યપ્રેમ કી કથા' એ રિલીઝના બીજા દિવસે માત્ર રૂપિયા 7 કરોડની કમાણી કરી હતી અને પ્રથમ દિવસે રૂપિયા 9.25 કરોડની કમાણી કરી હતી. પહેલા દિવસે સારૂ પ્રદર્શન કર્યા બાદ બીજા દિવસે પણ ફિલ્મે એટલી સારી કમાણી કરી ન હતી. હવે ત્રીજા દિવસે ફિલ્મે 10.15 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. ફિલ્મની કુલ કમાણી વધીને 26.40 કરોડ થઈ ગઈ છે.
કાર્તિક કિયારાની જોડી: નોંધનીય છે કે, આ વર્ષની 'સત્ય પ્રેમ કી કથા' કાર્તિક આર્યનની બીજી ફિલ્મ છે અને કિયારાની આ વર્ષની પ્રથમ ફિલ્મ છે. અગાઉ કાર્તિકે કૃતિ સેનન સાથે 'શહેઝાદા'માં કામ કર્યું હતું. જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. જો કે, 'ભૂલ ભૂલ્યા 2' પછી કાર્તિક કિયારા જોડી આ ફિલ્મ સાથે મોટા પડદા પર પાછા ફર્યા છે. જો કે, આ ફિલ્મ બંને માટે મહત્વની છે. કાર્તિક આર્યને 'સત્યપ્રેમ કી કથા'માં સત્યપ્રેમ અગ્રવાલની ભૂમિકા ભજવી છે. તેમજ કિયારા અડવાણીએ આ ફિલ્મમાં કથા કાપડિયાની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ સત્તુ અને કથાની અનોખી પ્રેમ કહાની પર આધારિત છે. ફિલ્મે શનિવારે સારો દેખાવ કર્યો હતો, તો રવિવારે પણ સારો દેખાવ કરવાની અપેક્ષા છે.
ફિલ્મ વિશે: દિગ્દર્શક સમીર વિદ્વાંસ આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે. જ્યારે ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાવાલા છે. ફિલ્મની બાકીની સ્ટાર કાસ્ટમાં ગજરાજ રાવ, સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાધા પટેલ, રાજપાલ યાદવ, નિષાદ સાવંત અને શિખા તલસાનિયા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની વાત કરીએ તો કિયારા અડવાણીને તેના બોયફ્રેન્ડ દ્વારા છેતરવામાં આવી છે. આ પછી, એવી સ્થિતિ ઉભી થાય છે કે, મરજી વિરુદ્ધ લગ્ન કરવામાં આવે છે. વાર્તામાં ઘણા ટ્વિસ્ટ છે. જે ફિલ્મ જોયા પછી જ ખબર પડશે.