મુંબઈ: TVનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ 16' તેના અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે અને ઘરના પ્રથમ ફાઇનલિસ્ટનું નામ સામે આવ્યું છે. ટેલિવિઝન અભિનેત્રી નિમૃત કૌર આહલુવાલિયા વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ 16'ના ફાઈમનલમાં પહોંચનારી પ્રથમ સ્પર્ધક બની છે. તાજેતરના એપિસોડમાં નિમૃત એક ટાસ્ક દરમિયાન 'ટિકિટ ટુ ફાઈનલ' જીતવામાં સફળ રહી છે.
- c" class="align-text-top noRightClick twitterSection" data="
c">
c
આ પણ વાંચો: Pathaan Press Conference: લાંબા સમય બાદ મારા પરિવારમાં આટલી ખુશી છે
બિગ બોસ 16ની પ્રથમ ફાઇનલિસ્ટ: તાજેતરના એપિસોડમાં બિગ બોસે એક પછી એક બધા સ્પર્ધકોને બોલાવ્યા અને તેમને તે સ્પર્ધકનું નામ આપવા કહ્યું કે, જેને તેઓ નિયંત્રિત કરવા માગે છે. પ્રિયંકા અને શાલીન બંનેએ શિવ ઠાકરેનું નામ લીધું હતું. આ પછી પછીથી ફાઇનલની ટિકિટને લઈને કાર્ય શરૂ થયું. બધા સ્પર્ધકોએ રિમોટ-કંટ્રોલ ટાસ્ક રમવાનું હતું, જ્યાં બગીચામાં એક ટેલિવિઝન સેટ મૂકવામાં આવ્યો હતો. જે સ્પર્ધકોને બતાવતો હતો અને ઘરના માલિક એવા સ્પર્ધકને પસંદ કરશે કે, જેને કેપ્ટનશિપની રેસમાંથી કોઈને બહાર કરવાની તક મળે. જ્યારે પ્રિયંકા અને એમસી સ્ટેન કોઈ નિર્ણય પર ન પહોંચ્યા, ત્યારે બિગ બોસે ટાસ્ક સમાપ્ત કરી દીધું.
શોની ફાઈનલ તારીખ: નિમૃત હાલમાં બિગ બોસના ઘરની કેપ્ટન છે અને ફાઈનલ વીકમાં પહોંચનારી પ્રથમ ફાઇનલિસ્ટ બની છે. નિમૃત કૌર, શાલીન ભનોટ, સુમ્બુલ ટૌકર, પ્રિયંકા ચાહર, શિવ ઠાકરે, એમસી સ્ટેન અને અર્ચના ગૌતમ હાલમાં 'બિગ બોસ 16'માં બાકી છે અને ઘરમાં સતત હંગામો મચાવી રહ્યા છે. શોનો હોસ્ટ સલમાન ખાન પણ દર વીકેન્ડમાં 'વોર ઇન કન્ટેસ્ટન્ટ'નો ક્લાસ ચલાવી રહ્યો છે. 'બિગ બોસ 16'ના ફાઈનલમાં માત્ર 12 દિવસ બાકી છે. શોની ફાઈનલ તારીખ 12 ફેબ્રુઆરીએ યોજાશે, જેમાં ઘણા સ્ટાર્સ પરફોર્મ કરતા જોવા મળશે.
આ પણ વાંચો: One Time South Actresses: સાઉથની ફિલ્મમાં ડેબ્યુ કર્યા બાદ ફરી જોવા ન મળી આ બોલિવૂડ ગર્લ્સની ઝલક
નિમૃત કૌરનો વર્કફ્રન્ટ: નિમ્રિત કૌર વ્યાવસાયિક રીતે નિમ્રિત આહલુવાલિયા તરીકે ઓળખાય છે. તે એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. આહલુવાલિયા ફેમિના મિસ મણિપુર જીતી હતી અને ફેમિના મિસ ઈન્ડિયા 2018ની ટોચની 12માં હતી. વર્ષ 2022થી અહલુવાલિયાએ કલર્સ TVના રિયાલિટી શો 'બિગ બોસ 16'માં ભાગ લીધો હતો.