ETV Bharat / entertainment

Bigg Boss 13: બિગ બોસ 13 ફેમ પારસ છાબરા અને માહિરા શર્માનું બ્રેકઅપ, જાણો કારણ - પાકિસ્તાની અભિનેત્રી

બિગ બોસ 13 થી લાઇમલાઇટમાં આવેલા પારસ છાબરા અને માહિરા શર્માના બ્રેકઅપના સમાચાર આવી રહ્યા છે. આ દરમિયાન એક પાકિસ્તાની અભિનેત્રીનું નામ પણ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે, જેનું કનેક્શન પારસ છાબરા સાથે જણાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની અભિનેત્રીનો એક વીડિયો ચર્ચામાં છે.

Bigg Boss 13: બિગ બોસ 13 ફેમ પારસ છાબરા અને માહિરા શર્માનું બ્રેકઅપ, જાણો અહિં કારણ

author img

By

Published : Apr 5, 2023, 11:53 AM IST

Updated : Apr 5, 2023, 12:15 PM IST

મુંબઈઃ બોલિવૂડના 'દબંગ' સલમાન ખાનનો સૌથી લોકપ્રિય TV રિયાલિટી શો 'બિગ બોસ' ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ખરેખર, 'બિગ બોસ 13'માં પોતાના રોમેન્ટિક અંદાજથી શોની ટીઆરપી વધારનાર કપલ પારસ છાબરા અને માહિરા શર્માના બ્રેકઅપના સમાચારે જોર પકડ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, માહિરા શર્મા પારસથી અલગ થઈ ગઈ છે. જાણો અહિં સમગ્ર ઘટના શું છે ?

આ પણ વાંચો: Naatu Naatu: IPL સેરેમનીમાં સુનીલ ગાવસ્કર-ઈરફાન પઠાણે 'નાટુ નાટુ' પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

માહિરા શર્માનું બ્રેકઅપ: એક પાકિસ્તાની અભિનેત્રી પારસ છાબરા સાથે પ્રેમમાં પડી ગઈ છે અને હવે આ સમાચારે TV જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આવો જાણીએ શું આ પાકિસ્તાની અભિનેત્રી પારસ-માહિરાના પ્રેમ વચ્ચે દીવાલ બની છે ? પારસ અને માહિરા બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. માહિરાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી પારસ સાથેની તેની તસવીરો પણ ડિલીટ કરી દીધી છે.

પાકિસ્તાની અભિનેત્રીની એન્ટ્રી: એવું કહેવામાં આવી રહ્યું છે કે, 'બિગ બોસ 13'માંથી બહાર આવ્યા પછ બંનેએ ચંદીગઢ તરફ પ્રયાણ કર્યું અને ફરી ક્યારેય મુંબઈ પરત ફર્યા નહીં. કારણ કે, બંને પંજાબમાં એક મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી પારસ અને માહિરાને લઈને કોઈ અપડેટ નથી અને માહિરાએ તમામ તસવીર ડિલીટ પણ કરી દીધી છે. પારસ અને માહિરાના બ્રેકઅપ વચ્ચે એક પાકિસ્તાની અભિનેત્રીની એન્ટ્રી થઈ છે.

આ પણ વાંચો: Thalapathy Vijay: ઈન્સ્ટાગ્રામ પર વિજયની આગ, ફોલોઅર્સની રેસમાં સાઉથના ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા

મિનાહિલનો વીડિયો શેર: વાસ્તવમાં પાકિસ્તાની અભિનેત્રી અને સોશિયલ મીડિયા પ્રભાવક મિનાહિલ મલિકે આ કપલના બ્રેકઅપ વચ્ચે ઘણી હેડલાઈન્સ બનાવી રહી છે. વાસ્તવમાં આ પાકિસ્તાની અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પારસને તાકી રહી છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં રંગ લગાયા ગીત વાગી રહ્યું છે. પારસ છાબરાએ પણ અભિનેત્રીના આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. પારસે આ વીડિયો પર કોમેન્ટ કરી છે અને લખ્યું છે કે, તે ખૂબ જ સુંદર છે. એટલું જ નહીં, પારસે આ વીડિયો પર હાર્ટ ઈમોજી પણ શેર કરી છે.

Last Updated : Apr 5, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.