ETV Bharat / entertainment

P Khurrana passes away: આયુષ્માન ખુરાનાના પિતા પી. ખુરાનાનું નિધન, તાજેતરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના ઘરેથી દુખદ સમાચાર આવી આવ્યા છે. અભિનેતાના પિતા પંડિત પી ખુરાનાનું અવસાન થયું છે. અભિનેતાના પિતા છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 5.30 કલાકે ચંદીગઢના મણિમાજરા સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.

આયુષ્માન ખુરાનાના પિતા પી. ખુરાનાનું નિધન, તાજેતરમાં જ હાર્ટ એટેક આવ્યો હતો

author img

By

Published : May 19, 2023, 4:26 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાના પિતા પી. ખુરાનાનું નિધન થયું છે. આયુષ્માન ખુરાનાના જ્યોતિષ પિતા પી ખુરાનાને આર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેમને સારવાર અર્થે ચંદીગઢમાં હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અભિનેતાના પિતાનું તારીખ 19 મે શુક્રવારે સવારે નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 5.30 કલાકે ચંદીગઢના મણિમાજરા સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે. અભિનેતાના પિતાના નિધનથી આખા ઘરમાં શોકનો માહોલ છે.

જ્યોતિષ પંડિત પી ખુરાનાનું નિધન: અભિનેતાના પિતા છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાના પિતા વેન્ટિલેટર પર હતા. ઉલ્લેખનીય છે કે, આયુષ્માનને આજે પંજાબ યુનિવર્સિટીમાં ઉપરાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત કરવામાં આવનાર હતો. પી ખુરાના તેમના મોટા પુત્ર આયુષ્માન ખુરાનાની નજીક હતા અને તેમના ખૂબ વખાણ કરતા હતા. અભિનેતા સોશિયલ મીડિયા પર તેના પિતાની તસવીરો પણ શેર કરતા હતા. પી. ખુરાનાના પરિવારમાં તેમની પત્ની, બે પુત્ર અને પૌત્રો છે.

આ પણ વાંચો:

  1. IPL Match 2023: સદી ફટકાર્યા બાદ વિરાટે પત્ની અનુષ્કાને કર્યો વીડિયો કોલ, વીડિયો વાયરલ
  2. Ajaz Khan Bail: 'બિગ બોસ' ફેમ એજાઝ ખાનને ડ્રગ્સ કેસમાં જામીન મળ્યા, 2 વર્ષ બાદ જેલમાંથી છુટશે
  3. Amitabh Bachchan Arressted: બચ્ચન અરેસ્ટેડ, યુઝરે કહ્યું આખરે પકડાઈ ગયો 'ડોન'

અભિનેતાની પિત સાથે બોન્ડિંગ: અભિનેતા ઘણીવાર તેના પિતા સાથેના તેના બોન્ડિંગ વિશે વાત કરતા હતા. આયુષ્માને પણ તેની કારકિર્દીનો શ્રેય તેના પિતાને આપ્યો છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું હતું કે, તે ચંદીગઢમાં રહેવા માંગતા હતા, પરંતુ તેના પિતાએ તેને મુંબઈ જવા કહ્યું. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેના પિતા એકવાર મુંબઈ ગયા હતા અને કહ્યું હતું કે, તેમનો પુત્ર એક દિવસ મોટો સ્ટાર બનશે. આયુષ્માન તેના પિતા વિશે બિલકુલ જાણતા ન હતા. પરંતુ જ્યારે તેને ખબર પડી ત્યારે અભિનેતા ગભરાઈ ગયો કે જો તે સફળ નહીં થાય અને તેના પિતાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે તો શું થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.