મુંબઈ: બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મેચની હાર બાદ સાંત્વના આપતા એક પોસ્ટ શેર કરી છે. હાલમાં તારીખ 23 ફેબ્રુઆરીના રોજ ICC મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયો હતો. આ પરાજય બાદ પણ ભારતીય ટિમના કેપ્ટેનનો ઉત્સાહ જડવાઈ રહે તે માટે તેમને સહકાર આપતી પોસ્ટ અનુષ્કા શર્માએ શેર કરી છે.
આ પણ વાંચો: Naatu Naatu Dance: પાકિસ્તાનની અભિનેત્રીને 'નાટુ નાટુ' એટલું ગમ્યુ કે વીડિયો બનાવી દીધો
ટીમના કેપ્ટન પર ગર્વ છે: ICC મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો પરાજય થયા બાદ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની પ્રશંસા કરી હતી. તેમણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર હરમનપ્રીત કૌરનો એક આર્ટિકલ શેર કર્યો છે. જેના કેપ્શનમાં બ્લુ હાર્ટ સાથે લખ્યું છે, 'અમને તમારા અને તમારી ટીમના કેપ્ટન પર ગર્વ છે.' તેમણે ક્રિકેટરને ટેગ પણ કર્યું છે. અનુષ્કાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર ICC T20 વર્લ્ડ કપનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો અને તેને કેપ્શન આપ્યું, 'યે હૈ મહિલા'. વિડીયોમાં પૂર્વ ભારતીય કેપ્ટન અંજુમ ચોપરા સેમીફાઈનલમાં નિરાશ ભારતીય ટીમ હારી ગયા બાદ હરમનપ્રીતને સાંત્વના આપતા જોવા મળે છે.
હરમનપ્રીતે કાળા સનગ્લાસ પહેર્યા: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરનો એક આર્ટિકલ અને વીડિયો શેર કર્યો છે. આ લેખમાં ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ પોતાના આંસુ છુપાવવા માટે કેપ્ટન હરમનપ્રીતે કાળા સનગ્લાસ પહેર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ લેખ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મહિલા T20 વર્લ્ડ કપની સેમીફાઇનલ વિશે છે. આ હાર બાદ અનુષ્કા શર્મા સહિત ઘણા લોકો મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનના સમર્થનમાં આગળ આવ્યા હતા.
ICC મહિલા T20 વર્લ્ડ કપ: ભારતીય કેપ્ટન 52 રન બનાવીને આઉટ થયા હતા. ગુરુવારે ચાલી રહેલા ICC મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ બ્લુ જર્સી ટીમને 5 રનથી હરાવ્યું હતું. રમતની શરૂઆતમાં સુકાની હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સની જોરદાર બેટિંગના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ નર્વસ થઈ ગઈ હતી. જોકે, હરમનપ્રીત 34 બોલમાં 52 રન બનાવીને રનઆઉટ થઈ ગઈ હતી. ત્યારે ભારતીય ટીમને જીતવા માટે 32 બોલમાં 40 રનની જરૂર હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ભારતના કેપ્ટન બીમાર હતા, તેમ છતાં તેમણે પોતાની અડધી સદી સુધી પહોંચવા માટે ખૂબ જ સુંદર રમત રમી. ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા 172 રનના ટાર્ગેટને પૂરો કર્યો. આ હાર અંગે સુકાનીએ કહ્યું, 'હું જે રીતે રન આઉટ થઈ, તેનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ વાત કોઈ હોઈ શકે નહીં.'
આ પણ વાંચો: Nawazuddin Siddiquis: હાઈકોર્ટે નવાઝુદ્દીન સિદ્દીકી અને આલિયાને બાળકો સંબંધિત મતભેદ ઉકેલવા આપી સલાહ
અનુષ્કા શર્માના વર્ક ફ્રન્ટ: અનુષ્કાના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો, તે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઝુલન ગોસ્વામીના જીવન પર આધારિત સ્પોર્ટ્સ બાયોપિક 'ચકદા એક્સપ્રેસ'માં જોવા મળશે. તે Netflix પર સ્ટ્રીમ કરવામાં આવશે. જોકે ફિલ્મની ફાઈનલ રિલીઝ ડેટની હજુ રાહ જોવાઈ રહી છે. 'એ દિલ હૈ મુશ્કિલ' અભિનેત્રી અનુષ્કા તેની કારકિર્દીમાં પ્રથમ વખત ક્રિકેટરની ભૂમિકા ભજવશે.