મુંબઈઃ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આકાશગંગાના દ્રશ્યો જોવાનું પસંદ કરે છે. આ ઉપરાંત તેઓ અંતરિક્ષ પ્રેમીઓમાંથી એક છે. બિગ 'બી' એ તારીખ 28 માર્ચની મોડી રાત્રે તેમના સોશિયલ મીડિયા પર અવકાશનો સુંદર દૃશ્ય શેર કર્યો છે. જેમાં આકાશમાં એક સીધી રેખામાં પાંચ ગ્રહો એકસાથે દેખાય છે. સુપરહીરોનો આ પ્લેનેટ વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. આ વીડિયો જોઈ ઘણા ફિલ્મ કલાકારો અને ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
આ પણ વાંચો: Ho Gaya Hai Tujhko Song: 'હો ગયા હૈ તુઝકો' ગીતના 200 મિલિયન વ્યુઝ થયા, ફિલ્મ નિર્માતાઓએ વ્યકત્ કરી ખુશી
જુઓ આકાશનું સુંદર દ્રશ્ય: અમિતાભ બચ્ચને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર ઘણા ગ્રહોનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં લખ્યું છે કે, 'કેટલું સુંદર દ્રશ્ય છે. આજે 5 ગ્રહો એક સાથે છે. સુંદર અને દુર્લભ. આ વીડિયો 45 સેકન્ડનો છે. જેમાં બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ સળંગ એક સાથે જોવા મળે છે. જે બાદ ચંદ્રનો સુંદર નજારો પણ કેમેરામાં કેદ થયો છે. થોડા કલાકો પહેલા પોસ્ટ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1.1 મિલિયન લાઈક્સ મળી ચૂક્યા છે. કોમેન્ટ બોક્સ પણ બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, સિદ્ધાર્થ કપૂર, રશ્મિ દેસાઈ, નિશા રાવલ જેવા ઘણા સેલેબ્સ અને ચાહકોથી ભરેલું છે.
આ પણ વાંચો: Malti Marie Pic: પ્રિયંકા ચોપરાએ દીકરી માલતી સાથેની ઝલક કરી શેર, જુઓ અહિં ગ્લેમરસ અંદાજમાં તસવીર
બિગ બીએ શેર વીડિયો કર્યો શેર: બિગ બીની આ પોસ્ટ પર એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું છે, 'રેરેસ્ટ ઓફ રેર એસ્ટ્રોનોમિકલ મોમેન્ટ.' એક ચાહકે ટિપ્પણી કરી છે, 'મેં પણ જોયું. બસ તમારા જેવો સારો ફોન નથી.' આ દરમિયાન એક યુઝરે બિગ બીને પૂછતા કોમેન્ટ કરી છે કે, 'Samsung S23 અલ્ટ્રા કા એડ નહી હૈ સર ?' અમિતાભ બચ્ચને શેર કરેલા આ પ્લેનેટ્સ વીડિયોને લોકો તેમના સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરી રહ્યા છે.