મુંબઈ: બોલિવૂડની 'ગંગુબાઈ' આલિયા ભટ્ટ અને તેના પતિ અભિનેતા રણબીર કપૂરનું કહેવું છે કે, તેઓ તેમની પુત્રી રાહા કપૂરને મીડિયાની ચમકથી દૂર રાખવા માંગે છે. તેણે પાપારાઝી સાથે એક ખાનગી પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. જ્યાં તેણે તેમને વિનંતી કરી હતી કે, જ્યાં સુધી માતાપિતા તેનો ચહેરો જાહેર કરવા તૈયાર ન થાય ત્યાં સુધી બાળકની તસવીર શેર ન કરે. હવે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાના નિર્ણય પર ખુલીને વાત કરી છે.
દીકરીની પ્રાઈવસીની રક્ષા: એક ઈન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું કે, કેવી રીતે તે પોતાની દીકરીની પ્રાઈવસીની રક્ષા કરવા માટે મક્કમ છે. તેણે શેર કર્યું કે, તે અને રણબીર નથી ઈચ્છતા કે રાહા લોકોની નજરમાં મોટી બને. તેમણે એ પણ જાહેર કર્યું કે, જ્યારે લોકો તેને રાહાની માતા કહે છે ત્યારે તેને સારુ લાગે છે. જો કે, તે ખરેખર વિચારે છે કે બાળક પબ્લિક પર્સનાલિટી ન હોવું જોઈએ.
આ પણ વાંચો:
આલિયાનું નિવેદન: આલિયાએ કહ્યું, 'હું જે લોકોને પ્રેમ કરું છું તેમના પ્રત્યે હું ખૂબ જ પ્રોટેક્ટિવ છું. મને નથી લાગતું કે બાળકે 'જાહેર વ્યક્તિત્વ' હોવું જરૂરી છે. લોકોની નજરમાં આપણે વ્યવહારુ બનવું જોઈએ. એવું નથી કે, તમે તેને ક્યારેય જોઈ શકતા નથી. આ માત્ર હમણાં માટે છે. મોટા ભાગના લોકો તેને આદરથી જોઈ રહ્યા છે. આલિયા પાસે કરણ જોહરની પુનરાગમન ફિલ્મ 'રાની ઔર રોકી કી પ્રેમ કહાની', ફરહાન અખ્તરની દિગ્દર્શિત 'જી લે ઝરા', 'હાર્ટ ઑફ સ્ટોન' સાથે તેમની હોલીવુડની શરૂઆત અને અયાન મુખર્જીની 'બ્રહ્માસ્ત્ર' છે.