ETV Bharat / entertainment

Vicky Kaushal: વિકી કૌશલ 'હોકીના જાદુગર' મેજર ધ્યાનચંદની બાયોપિકમાં જોવા મળશે - ધ્યાનચંદ બાયોપિક

'સામ બહાદુર' બાદ હવે વિકી કૌશલ 'હોકીના જાદુગર' મેજર ધ્યાનચંદની બાયોપિક કરવા જઈ રહ્યો છે. આ બાયોપિક માટે પહેલા શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરની પસંદગીની ચર્ચા ચાલી હતી. એટલું જ નહિં પરંતુ 'પઠાણ' તરીકે ખ્યાતિ પામનાર શાહરુખ ખાનનું નામ પણ સાથે જોડાયું હતું. અહીં સંપૂર્ણ સમાચાર વાંચો.

Vicky Kaushal: વિકી કૌશલ 'હોકીના જાદુગર' મેજર ધ્યાનચંદની બાયોપિકમાં જોવા મળશે

author img

By

Published : Apr 12, 2023, 1:20 PM IST

મુંબઈઃ બોલિવૂડના જાણીતા એક્ટર વિકી કૌશલ પોતાની એક્ટિંગના કારણે બોલિવૂડમાં સ્થિર છે. 'ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક'થી બોલિવૂડ અને દર્શકો પર પોતાના અભિનયની છાપ છોડનાર વિકી કૌશલ આ દિવસોમાં ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની બાયોપિક 'સેમ બહાદુર'થી ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે. આ ફિલ્મ મેઘના ગુલઝારે ડિરેક્ટ કરી છે. હવે વિકી કૌશલને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હોકીના જાદુગર કહેવાતા દિગ્ગજ ખેલાડી મેજર ધ્યાનચંદ બાયોપિકમાં જોવા મળશે.

આ પણ વાંચો: Shilpa Shetty: રિચર્ડ ગેર કિસિન્ગ કેસમાં મુંબઈની એક કોર્ટે આપ્યો ચુકાદો, મળી શિલ્પા શેટ્ટીને મોટી રાહત

બાયોપિકની જાહેરાત કરી: ફિલ્મ નિર્માતા રોની સ્ક્રુવાલાએ ઘણા સમય પહેલા પોતાના પ્રોજેક્ટ મેજર ધ્યાનચંદ બાયોપિકની જાહેરાત કરી હતી. આ ફિલ્મને અભિષેક ચૌધરી ડિરેક્ટ કરશે. તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં નિર્માતાએ લખ્યું હતું કે, ''1500 થી વધુ ગોલ, 3 ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને ભારતના ગૌરવની સ્ટોરી પરની ફિલ્મની જાહેરાત કરતા મને ખૂબ આનંદ થાય છે.''

ધ્યાનચંદ બાયોપિક વિકી કૌશલ: અગાઉ આ ફિલ્મ માટે અભિનેતા શાહિદ કપૂરના નાના ભાઈ ઈશાન ખટ્ટરને કાસ્ટ કરવાની ચર્ચા હતી. આ ફિલ્મ સાથે શાહરૂખ ખાનનું નામ પણ જોડાયું હતું. મીડિયા અનુસાર મેકર્સ હવે આ બાયોપિક માટે વિકી કૌશલને લેવાની ચર્ચા કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિકી કૌશલ આ પ્રોજેક્ટથી ખુશ છે અને તેના માટે પ્રોત્સાહિત છે.

આ પણ વાંચો: Avneet Kaur Hot Photo: અવનીતે ક્રોપ ટોપ અને મિની સ્કર્ટમાં આપ્યા હોટ પોઝ, દર્શકો જોતા જ રહી ગયાં

ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત: અહેવાલો અનુસાર નિર્માતાઓ બાયોપિકમાં વિક્કી વિશે વાતચીત કરી રહ્યા છે અને ટૂંક સમયમાં તેના નામની જાહેરાત કરશે. રોની ફિલ્મ 'સામ બહાદુર'ના નિર્માતા પણ છે, જે આ ફિલ્મની તમામ ઔપચારિકતાઓ પૂરી થયા પછી જ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ પહેલા રોનીએ વિકી સાથે 'લવ પર સ્ક્વેર ફૂટ' અને 'ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક' ફિલ્મ બનાવી હતી. એવું માનવામાં આવે છે કે, રોની વિકી કૌશલની ફિલ્મ 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા' પણ પ્રોડ્યુસ કરી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.