ETV Bharat / entertainment

Ananya Panday video: આદિત્ય રોય કપૂર-અનન્યા પાંડે ફરી એક વાર થયા સ્પોટ, વીડિયો આવ્યો સામે - આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે

આદિત્ય રોય કપૂર અને 'ડ્રીમ ગર્લ 2'ની અભિનેત્રી અનન્યા પાંડે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આદિત્ય અને અનન્યાનો વીડિયો શેર થતા જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. હાલમાં જ પાપારાઝી દ્વારા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઝલક શેર કરવામાં આવી છે, જુઓ વીડિયો.

આદિત્ય રોય કપૂર-અનન્યા પાંડે ફરી એક વાર થયા સ્પોટ, વીડિયો આવ્યો સામે

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2023, 1:45 PM IST

મુંબઈ: રુમર્ડ કપલ આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડે ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આ રુમર્ડ કપલ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયું હતું. પણ ખાસ વાત એ છે કે, તેઓ બંને અલગ અલગ એરપોર્ટ પર પહોંચ્યા હતા. અનન્યા પાંડે ખુશ છે કારણ કે, તેમની તાજેતરમાં બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2' સારું પ્રદર્શન કરી રહી છે. એક પૈપ્સે પોતાના ઓફિશિયલ ઈન્ટાગ્રામ એકાઉન્ટ પર રુમર્ડ કપલનો વીડિયો શેર કર્યો છે.

આદિત્ય-અનન્યા એરપોર્ટ પર થયા સ્પોટ: વીડિયોમાં અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર અલગ અલગ રીતે એરપોર્ટ પર જતા જોવા મળે છે. અનન્યા પાંડે વ્હાઈટ ટોપ અને ખાકી કલરની ટ્રાઉઝરમાં જોવા મળી હતી. જ્યારે આદિત્ય કપૂરે ચેક શર્ટ પર ગ્રે કલરનો પેન્ટ પહેર્યો હતો. આદિત્યએ બ્લેક કલરના સનગ્લાસ સાથે પોતાના દેખાવને પુર્ણ કર્યો હતો. આ બંને એક પછી એક એરપોર્ટ પર જઈ રહ્યાંં હતાં. જેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ વખતે ફરી એક વાર સાથે વેકેશન પર નિકળ્યા છે.

અનન્યા પાંડેની ફિલ્મનું સ્ક્રીનિંગ: આગઉ અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર સ્પેનમાં જોવા મળ્યા હતા. જ્યાં તેમણે રોમેન્ટિક પોઝ આપ્યો હતો. 'ડ્રીમ ગર્લ 2'નાં સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં 'મંગલ' એક્ટર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમ ગયા સપ્તાહમાંં હોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ફિલ્મના લીડ એક્ટર આયુષ્માન ખુરાના અને તેમની પત્ની તાહિરા કશ્યપ સહિત સુહાના ખાન, નવ્યા નંદા, શનાયા કપૂર, સની કૌશલ, ચકી પાંડે હાજર રહ્યાં હતા. ફિલ્મ જોયા બાદ આદિત્યએ પોતાનો શાનદાર રિવ્યુ પણ આપ્યો હતો, તેમણે ફિલ્મને હિટ ગણાવી હતી.

  1. Dream Girl 2 Collection Day 2: બોક્સ ઓફિસ પર પૂજાનો જાદુ, બીજા દિવસે આટલી કમાણી કરી
  2. Rakhi Sawant Video: રાખી સાવંત મદીના પહોંચી, ભાવુક થઈ વીડિયો કર્યો શેર
  3. Gadar 2 Vs Omg 2 Collection: 16માં દિવસે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, જાણો Gadar 2 Omg 2ની કુલ કમાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.