ETV Bharat / entertainment

Alia Bhatt New House: આલિયાને બનાયા આશિયાના, નવા ઘરની કિંમત જોઈ ચોંકી જશો - આલિયા ભટ્ટ ન્યૂ હાઉસ ન્યૂઝ

અભિનેત્રી આલિયા ભટ્ટે મુંબઈમાં નવું ઘર ખરીદ્યું છે. તેની સાથે આલિયાએ તેની બહેનને 2 ફ્લેટ પણ ગિફ્ટ કર્યા છે. પ્રોડક્શન હાઉસ દ્વારા ખરીદેલા એપાર્ટમેન્ટ માટે ચુકવવામાં આવેલા રૂપિયા જાણશો તો થશે આશ્ચર્ય. આલિયાનું નવું સરનામું હવે પાલી હિલ ખાતે એરિયલ વ્યૂ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે.

આલિયાએ ખરીદ્યું નવું ઘર, કિંમત જાણીને થશે અચરજ

author img

By

Published : Apr 25, 2023, 1:36 PM IST

મુંબઈઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અને બહુમુખી પ્રતિભા ધરાવતી અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. આલિયાએ રણબીર કપૂર સાથે લગ્ન કર્યા બાદ તેના જીવનમાં ઘણી ખુશીની ઘટનાઓ બની રહી છે. આલિયા અને રણબીરને એક પુત્રી પણ છે. તેથી આલિયાના જીવનમાં આનંદોત્સવ ચાલી રહ્યો છે. સ્પષ્ટ છે કે, આલિયાએ માયાનગરમાં એક આલીશાન ઘર ખરીદ્યું છે. આલિયાના આ ઘરની કિંમત વાંચીને તમે ચોંકી જશો. તેની સાથે એવી ચર્ચા છે કે, આલિયાએ તેની બહેનને બે ફ્લેટ પણ આપ્યા છે.

આ પણ વાંચો: Hansika Motwani Photo: બ્લેક ડ્રેસમાં હંસિકા મોટવાણીનું લેટેસ્ટ ફોટોશૂટ, જુઓ તસવીર

આલિયાએ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું: આલિયા ભટ્ટે તાજેતરમાં જ તેના પ્રોડક્શન હાઉસ દ્વારા ઘણાં પૈસાનું રોકાણ કર્યું છે. આલિયાએ એપ્રિલ મહિનામાં પ્રોપર્ટીમાં રોકાણ કર્યું હતું અને બાંદ્રામાં અનેક મકાનો ખરીદ્યું હતું. આલિયાનો પહેલો ફ્લેટ 2 હજાર 497 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. આલિયાએ બાંદ્રા વેસ્ટમાં તેના પ્રોડક્શન હાઉસ દ્વારા ખરીદેલા એપાર્ટમેન્ટ માટે 37.80 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. સૂત્રોએ માહિતી આપી છે કે, આલિયાનું નવું સરનામું હવે પાલી હિલ ખાતે એરિયલ વ્યૂ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ છે.

આ પણ વાંચો: Badshah Apologizes: 'સનક' આલ્બમના વિવાદ બાદ આખરે બાદશાહએ માંગી માફી

આલિયાએ બહેનને ફ્લેટ આપ્યોઃ આલિયાએ 2.26 કરોડ રૂપિયાનું ઘર ખરીદવા માટે સ્ટેમ્પ ડ્યૂટી પણ ચૂકવી છે. આલિયાએ ખરીદેલા આ ઘર માટે વેચાણ તારીખ 10 એપ્રિલ 2023ના રોજ નોંધવામાં આવી છે. આ સિવાય સૂત્રોએ માહિતી આપી છે કે, આલિયાએ તેની બહેન શાહીન ભટ્ટને 7.68 કરોડ રૂપિયાના 2 એપાર્ટમેન્ટ ગિફ્ટ કર્યા છે. આલિયાની બહેનનો ફ્લેટ જુહુના ગીગી એપાર્ટમેન્ટમાં છે.

વર્ક ફ્રન્ટ પર: વર્ક ફ્રન્ટ પર: આલિયા ટૂંક સમયમાં 'રોકી અને રાનીની લવ સ્ટોરી'માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આ ફિલ્મ કરણ જોહર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. આલિયા રણવીરની સાથે આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે. આ દરમિયાન અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે કૈટરીના કૈફ અને પ્રિયંકા ચોપરાની સાથે 'જી લે ઝરા' ફિલ્મ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.