નૈનીતાલઃ બોલિવૂડના અભિનેતા નસીરુદ્દીન શાહ તેઓ પોતાના શ્રેષ્ઠ અભિનયના કારણે લોકોના દિલ પર રાજ કરે છે. તેઓ હાલમાં જ નૈનીતલાની શાળા સેન્ટ જોસેફ કોલેજમાં પોતાની પત્નિ સાથે પહોંચ્યાં હતાં. તેમણે આ શાળામાંથી શિક્ષણ મેળવ્યું હતું અને અહિં તેમણે બાળપણ વિતાવ્યું હતું. નસીરે અહીં તેમના ભાઈ સાથે ધોરણ 1 થી 10 સુધી અભ્યાસ કર્યો હતો. શાળાની મુલાકાત લઈ તેમણે પોતાના બાળપણના અભ્યાસના દિવસોની જૂની યાદો તાજી કરી હતી. આ સાથે શાળામાં અભિનય પણ કર્યો હતો. વાંચો અહિં સંપુર્ણ વિગત.
આ પણ વાંચો: Kantara Copyright Case : કેરળ પોલીસે 'કંતારા'ના નિર્દેશક અને નિર્માતાનું નિવેદન નોંધ્યું
બોલિવૂડના જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહ નૈનીતાલના પ્રવાસે છે. નૈનીતાલ પહોંચ્યા પછી, નસીર સૌથી પહેલા તેમની શાળા સેન્ટ જોસેફ કોલેજ પહોંચ્યા હતા. ત્યાં તેમણે શાળાના બાળપણના દિવસોની યાદ તાજી કરી હતી. શાહે થિયેટર હોલ તેમજ તેમની શાળાના વર્ગખંડની પણ મુલાકાત લીધી હતી. નસીરુદ્દીન શાહે નૈનીતાલ છોડ્યા પછી હિન્દી સિનેમામાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. તેમણે ઘણી ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. પોતાની ફિલ્મી કરિયર દરમિયાન નસીરુદ્દીને દેશ-વિદેશમાં પણ નામના મેળવી છે.
43 વર્ષ પછી શાળામાં પહોંચ્યા: હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતાઓમાંના એક નસીરુદ્દીન શાહ રજાઓ ગાળવા નૈનીતાલ પહોંચ્યા છે. તેઓ તેમની પત્ની રત્ના પાઠક શાહ સાથે અહીં પહોંચ્યા છે. તેમણે તેમની જૂની શાળા સેન્ટ જોસેફની મુલાકાત લઈને જૂના દિવસોને પણ યાદ કર્યા હતા. નસીરુદ્દીન શાહે જણાવ્યું કે, નૈનીતાલ સાથે તેમને ખાસ લગાવ છે. પોતાની ફેસબુક વોલ પર એક પોસ્ટ શેર કરતા તેણે કહ્યું કે, 43 વર્ષ બાદ તઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છે.
નાસીરુદ્દીનની અંગત મુલાકાત: નસીરુદ્દીન શાહે તેમની આત્મકથા 'એન્ડ ધ વન ડે'માં ઉલ્લેખ કર્યો છે કે, નૈનીતાલ સાથે તેમનો લગાવ ખૂબ જ સારો રહ્યો છે. તેમણે પ્રારંભિક શિક્ષણ સેન્ટ જોસેફમાંથી કર્યું હતું. તે થોડા દિવસો નૈનીતાલમાં વિતાવશે. હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ તેમની અંગત મુલાકાત છે. પ્રશાસન અને પોલીસ પાસે આ અંગે કોઈ માહિતી નથી.
શાળાનાં પ્રિન્સિપાલને મળ્યા: તેમની બાળપણની યાદ તેમને નૈનીતાલ લઈ આવી હતી. એ દિવસોને યાદ કરતાં નસીરુદ્દીન શાહે કહ્યું કે, તેઓ કોઈને જાણ કર્યા વિના તેમની બાળપણની શાળા સેન્ટ જોસેફ કોલેજ પહોંચ્યા હતા. શાળામાં પ્રિન્સિપાલ ભાઈ હેક્ટર પિન્ટો અને ધર્મેન્દ્ર શર્માને મળ્યા હતાં. તે પછી તેમણે પોતાના અભ્યાસના એ દિવસો યાદ કર્યા અને કહ્યું કે મારું બાળપણ આ યાદોમાં વીત્યું છે.
આ પણ વાંચો: Dream Girl 2 Teaser: આયુષ્માન અને અનન્યાની ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'નું ટીઝર રિલીઝ
નસીરુદ્દીન શાહનું કર્યું સ્વાગત: સ્કૂલના પ્રિન્સિપાલ ભાઈ હેક્ટર પિન્ટોએ જણાવ્યું કે, તેઓ અને સ્કૂલના મેનેજર ધર્મેન્દ્ર શર્મા ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહ અને તેમની પત્નીને કૅમ્પસની ટૂર પર લઈ ગયા હતા. તેમની સાથે શાળા સંબંધિત માહિતી શેર કરી હતી. આ પછી તે તેના બાળપણની યાદ તાજી કરવા વર્ગખંડમાં પણ ગયા હતા. નૈનીતાલમાં પોતાની શાળામાં પહોંચેલા નસીરુદ્દીને થિયેટર પ્રત્યેનો પોતાનો પ્રેમ દર્શાવ્યો અને સ્ટેજ પર એકલા અભિનય કર્યો હતો. નસીરુદ્દીન શાહની યાદો નૈનીતાલ સાથે જોડાયેલી છે. જોકે, નૈનીતાલ પ્રત્યેનો તેમનો પ્રેમ પણ દર્શાવવામાં આવ્યો છે.