ETV Bharat / entertainment

સલમાન ખાનના સાળા આયુષ શર્માના દાદાનું થયું નિધન, અભિનેતાએ લખ્યું "તમને હંમેશા યાદ કરવામાં આવશે"

સલમાન ખાનના સાળા અને અભિનેતા આયુષ શર્માના દાદા પંડિત સુખરામનું (Ayush Sharma Grandfather Dies) નિધન થયું છે. તેઓ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન હતા.

સલમાન ખાનના સાળા આયુષ શર્માના દાદાનું થયું નિધન, અભિનેતાએ લખ્યું "તમને હંમેશા યાદ કરવામાં આવશે"
સલમાન ખાનના સાળા આયુષ શર્માના દાદાનું થયું નિધન, અભિનેતાએ લખ્યું "તમને હંમેશા યાદ કરવામાં આવશે"
author img

By

Published : May 11, 2022, 2:31 PM IST

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના સાળા અને ફિલ્મ અભિનેતા આયુષ શર્માના દાદા પંડિત સુખરામનું (Ayush Sharma Grandfather Dies) નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. સુખ રામને 7 મેના રોજ નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં (AIIMS) દાખલ કરવામાં આવ્યા હતા. દાદાના નિધન પર આયુષ શર્માએ સોશિયલ મીડિયા પર એક દુઃખદ પોસ્ટ શેર કરી છે.

આ પણ વાંચો: આ અભિનેતાએ બાળપણની તસવીર શેર કરી અને કહ્યું- કાશ હું બાળક જ રહ્યો હોત તો..

આયુષ શર્માએ કહ્યું તમને હંમેશા યાદ કરવામાં આવશે : આયુષ શર્માએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'ભારે હૃદય સાથે કહું છું કે દાદા પંડિત સુખરામ શર્મા હવે નથી રહ્યાં, જો કે તમે ગયા છો, પરંતુ હું જાણું છું કે તમે હંમેશા મારી સાથે રહેશો, મને દિશા આપો અને મને આશીર્વાદ આપશો. તમારા આત્માને શાંતિ મળે..તમને હંમેશા યાદ કરવામાં આવશે.

આયુષ શર્માએ બાળપણનો ફોટો પોસ્ટ કર્યો : આયુષ શર્માએ ફેસબુક પર સુખરામ સાથેનો બાળપણનો ફોટો પણ પોસ્ટ કર્યો હતો. સુખરામને 4 મેના રોજ મનાલીમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, ત્યારબાદ તેમને મંડીની પ્રાદેશિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને એઈમ્સમાં સારી સારવાર માટે શનિવારે એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરે 7 મેના રોજ દિગ્ગજ રાજકીય નેતાને દિલ્હી લઈ જવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.

સુખ રામ 5 વખત વિધાનસભા અને 3 વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા : સુખ રામ 1993 થી 1996 સુધી કેન્દ્રીય સંચાર રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) હતા. તેઓ હિમાચલ પ્રદેશના મંડી મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય હતા. તેઓ 5 વખત વિધાનસભા અને 3 વખત લોકસભા ચૂંટણી જીત્યા હતા. 2011માં તેમને ભ્રષ્ટાચારના આરોપમાં 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. સુખરામનો પુત્ર અનિલ શર્મા મંડીથી ભાજપના ધારાસભ્ય છે.

આ પણ વાંચો: ચંકી પાંડેને ફરાહ ખાન સાથે ગડબડ કરવી ભારે પડી, કોરિયોગ્રાફરે કહ્યું "પહેલા તમારી દીકરીનું ધ્યાન રાખો"

કાલે થશે અંતિમ સંસ્કાર : પરિવારજનો પાસેથી મળેલી માહિતી મુજબ આજે પંડિત સુખરામના પાર્થિવ દેહને દિલ્હીથી મંડી લાવવામાં આવશે. ગુરુવારે સવારે 11 વાગ્યે અંતિમ સંસ્કાર માટે મંડી શહેરના ઐતિહાસિક સેરી પ્લેટફોર્મ પર પાર્થિવ શરીરને રાખવામાં આવશે. જે બાદ હનુમાનઘાટ સ્મશાનગૃહમાં સંપૂર્ણ સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.