અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના જાણીતા અભિનેતા મલ્હાર ઠાકર અને યશ સોની અભિનીત '3 એક્કા' ફિલ્મે બોક્સ ઓફિસ પર આગ લગાવી દીધી છે. થિયેટરોમાં ચાહકોની ભીડ એક્ઠી કરવામાં સફળ સાબિત થઈ છે. રાજેશ શર્માના નિર્દેશનમાં બનેલી ફિલ્મ '3 એક્કા' તારીખ 25 ઓગસ્ટના રોજ મોટા પડદા પર રિલીઝ કરવામાં આવી હતી. હાલ આ ફિલ્મનું 8માં દિવસનું પ્રારંભિક કેલક્શન સામે આવ્યું છે. આ સાથે પ્રથમ સપ્તાહ પુરો કર્યો છે અને બીજા સપ્તાહમાં પ્રવેશ કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'3 એક્કા' ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, એશા કંસારા અભિનીત '3 એક્કા' ફિલ્મે પ્રથમ દિવસે 1.19. કરોડ, બીજા દિવસે 1.8 કરોડ, ત્રીજા દિવસે 2.76 કરોડની કમાણી કરી હતી, જે સૌથી વધુ હતી. ત્યાર બાદ ચોથા દિવસે 1.21 કરોડ રુપિયાની કમાણી કરી હતી, જે ત્રીજા દિવસની સરખામણીએ થોડો ઘટાડો થયો હતો. પાંચમાં દિવસે 1.4 કરોડ, છઠ્ઠા દિવસે, 2.8 કરોડની કમાણી કરી હતી, જે વધારો દર્શાવે છે.
'3 એક્કા' ફિલ્મનું સાત દિવસનું કુલ કલેક્શન: સાતમાં દિવસે 1.4 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આ સાથે '3 એક્કા' ફિલ્મનું કુલ કેલક્શન 12.56 કરોડ રુપિયા થઈ ગયું હતું. 7માં દિવસે થિયેટરોમાં 25.10 ટકા ઓક્યુપેન્સી જોવા મળી હતી. '3 એક્કા' ફિલ્મે એક સપ્તાહ પુરો કર્યો છે અને બીજા સપ્તાહમાં પ્રવેશી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, 8માં દિવસે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર(પ્રારંભિક અંદાજ) 1.00 કરોડ રુપિયાની કમાણી કરે તેવી શક્યતા. આમ કુલ બોક્સ (પ્રારંભિક અંદાજ) ઓફિસ કલેક્શન 13.56 કરોડ થઈ જશે.
ફિલ્મના કલાકારો પર એક નજર: મલ્હાર ઠાકર અને યશ સોનીનો જાદુ છવાઈ ગયો છે, દર્શકોને આ જોડી ખુબ જ પસંદ આવી રહી છે. '3 એક્કા' એ મલ્હાર ઠાકર, યશ સોની ઉપરાંત મિત્ર ગઢવી, એશા કંસારા, કિંજલ રાજપ્રિયા અને તર્જનિ ભાડલા અભિનીત ફિલ્મ છે. આ ઉપરાંત પ્રખ્યાત અભિનેતા હિતુ કનોડિયા પણ વિશેષ ભૂમિકામાં જોવા મળે છે. '3 એક્કા' ફિલ્મ આનંદ પંડિત મોશન પિક્ચર અને જેનોક દ્વારા નિર્મિત છે.