લોકસભા 2019ની ચૂંટણીનું કુલ 7 તબક્કામાં મતદાન થયુ હતું. ગુજરાતમાં 23 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાયું હતું. જેમાં ગુજરાતની 26 લોકસભા અને 4 વિધાનસભા બેઠક માટે મતદાન થયું હતું. આવતી કાલે ગુજરાતની જનતાએ આપેલા મતનો ફેસલો થશે. 16મી લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપને તમામ 26 બેઠકો મળી હતી.રાજ્યની સ્થાપનાથી અત્યારસુધીનું કોઈપણ પક્ષનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ભાજપની સામે એ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પડકાર હશે.
ગુજરાતની સૌથી મહત્વની હોટ સીટ એવી ગાંધીનગર સીટ પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સામે કોંગ્રેસના સી.જે.ચાવડા મેદાને ઉતર્યા છે. ભાજપે ગાંધીનગર બેઠક પરથી જીતનો દાવો કર્યો છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકામાં કુલ 192માંથી ભાજપની 151, કોંગ્રસેની 38 અને અન્યને 3 બેઠકો છે, રાજકોટ મનપામાં કુલ 69 બેઠકોમાંથી ભાજપની 57, કોંગ્રેસની 11 અને અન્યની 1 બેઠક છે, વડોદરા મનપામાં કુલ 75 બેઠકોમાંથી ભાજપને 61, કોંગ્રેસ 11 અને અન્યને 3 બેઠકો છે, સુરત મનપામાં કુલ 114 બેઠકોમાંથી ભાજપની 98, કોંગ્રેસની 14, અને અન્યની 2 બેઠકો , ભાવનગર મનપામાં કુલ 51 બેઠકોમાંથી ભાજપની 41, કોંગ્રેસની 10 અને જામનગર મનપામાં કુલ 57 બેઠકોમાંથી ભાજપની 35 , કોંગ્રેસની 16 અને અન્યની 6 બેઠકો છે હવે આવતી કાલે પરિણામોમાં જોવાનું રહેશે કોને કેટલી બેઠકો મળે છે અને કયા પક્ષને કઇ મનપા મળે છે.
તો જાણો કે મતગણતરી કેન્દ્રમાં કઇ રીતની હશે વ્યવસ્થા
દરેક મતગણતરી કેન્દ્રના હોલમાં 14 ટેબલો તથા એક ROનું ટેબલ હશે, ચૂંટણી અધિકારી, 182 મદદનીશ ચૂંટણી અધિકારીઓ, 122 વધારાના મદદનીશ અધિકારીઓ, તથા 41 જેટલા ઓબ્ઝર્વર હાજર રહેશે. મતગણતરી ટેબલ પર એક કાઉન્ટીંગ સુપરવાઇઝર, એક આસિસ્ટન્ટ અને એક માઇક્રો ઓબ્ઝર્વર ઉપસ્થતિ રહેશે.
VVPAT સ્લીપોની ફરજીયાત ગણતરી કરવામાં આવશે
સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે આ વખતે તમામ વિધાનસભા વિસ્તારમાં પસંદ કરાયેલા 5 મતદાન મથકમાં VVPATની સ્લિપની ગણતરી કરવામાં આવશે. પરંતુ મતદાનના દિવસે મોકપોલ બાદ EVMમાંથી મોકપોલ દરમિયાન પડેલા મત ડિલીટ કરવાના રહી ગયા હોય તેવા 16 મતદાન મથકના VVPAT સ્લિપોની ગણતરી કરવામાં આવશે.
બેઠક | ભાજપ | કોંગ્રેસ |
કચ્છ | વિનોદ ચાવડા | નરેશ મહેશ્વરી |
બનાસકાંઠા | પરબત પટેલ | પરથી ભટોળ |
પાટણ | ભરતસિંહ ડાભી | જગદીશ ઠાકોર |
મહેસાણા | શારદા પટેલ | એ. જે. પટેલ |
સાબરકાંઠા | દીપસિંહ રાઠોડ | રાજેન્દ્ર ઠાકોર |
ગાંધીનગર | અમિત શાહ | સી. જે. ચાવડા |
અમદાવાદ પૂર્વ | એચ. એસ. પટેલ | ગીતા પટેલ |
અમદાવાદ પશ્ચિમ | કિરીટ સોલંકી | રાજુ પરમાર |
રાજકોટ | મોહન કુંડારિયા | લલિત કગથરા |
જામનગર | પૂનમ માડમ | મૂળુ કંડોરિયા |
જૂનાગઢ | રાજેશ ચુડાસમા | પૂંજા વંશ |
અમરેલી | નારણ કાછડિયા | પરેશ ધાનાણી |
આણંદ | મિતેશ પટેલ | ભરતસિંહ સોલંકી |
પંચમહાલ | રતનસિંહ રાઠોડ | વી. કે. ખાંટ |
દાહોદ | જશવંતસિંહ ભાભોર | બાબુ કટારા |
ભરૂચ | મનસુખ વસાવા | શેરખાન પઠાણ |
નવસારી | સી. આર. પાટીલ | ધર્મેશ પટેલ |
વલસાડ | કે. સી. પટેલ | જીતુ ચૌધરી |
સુરત | દર્શના જરદોશ | અશોક અધેવાડા |
સુરેન્દ્રનગર | મહેન્દ્ર મુંજપરા | સોમા પટેલ |
પોરબંદર | રમેશ ધડૂક | લલિત વસોયા |
ભાવનગર | ભારતી શિયાળ | મનહર પટેલ |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | બિમલ શાહ |
વડોદરા | રંજન ભટ્ટ | પ્રશાંત પટેલ |
છોટાઉદેપુર | ગીતા રાઠવા | રણજીત રાઠવા |
બારડોલી | પ્રભુ વસાવા | તુષાર ચૌધરી |