ગુરૂવારે સાંજે છ વાગે યોજાનારી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલની જાહેર સભા રાખવામાં આવી હતી અને આ સભાને સંબોધન કરવા માટે હાર્દિક પટેલ હવાઈ માર્ગે હેલિકોપટર દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા આવવાના હતા.
આ માટે હેલિકોપ્ટરના ઉતરાણ માટે હેલિપેડની મંજૂરી લુણાવાડા કોંગ્રેસના શહેર પ્રમુખ સુરેશ પટેલ દ્વારા લેવામાં આવી હતી અને મંજૂરી પણ મહીસાગર જિલ્લા અધિક કલેક્ટર નોડલ અધિકારી દ્વારા આપવમાં પણ આવેલી પરંતુ જે જગ્યા પર હેલિપેડ બનાવામાં આવ્યું છે તે જમીન માલિક દ્વારા પાછળથી વિરોધ કરાતા મહીસાગર જિલ્લા અધિક કલેક્ટર નોડલ અધિકારી દ્વારા મંગળવારે વહેલી સવારે હેલિપેડ માટે આપવમાં આવેલી મંજૂરી રદ કરતો પત્ર લુણાવાડા શહેર કોંગ્રેસ પ્રમુખને આપવમાં આવ્યો હતો.
આથી કોંગ્રેસ કાર્યકરોમાં આક્રોશ જોવા મળ્યો હતો. હેલિપેડની મંજૂરી રદ થતા રોડ માર્ગ દ્વારા હાર્દિક પટેલ લુણાવાડામાં સભા સંબોધન કરવા માટે આવશે અને નિયત સમય પર જ સભા થશે તેમ લુણાવાડા શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશ પટેલ દ્વાર જાણાવવામાં આવ્યું હતું.