આ પહેલા સમાચાર આવી રહ્યા હતા કે તેઓ આ બેઠકમાં શામેલ નહી થાય, પરંતુ હવે નીતીશ કુમાર પણ આ પાર્ટીમાં શામેલ થવા જઇ રહ્યા છે. આ બેઠકમાં JDU તરફથી આર.સી.પી સિંહ અને કેસી ત્યાગી પણ શામેલ થશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ નીતીશકુમાર અમિતશાહ સાથે ઘણી વખત રાજનૈતિક બેઠક કરી ચૂક્યા છે. પરંતુ આ બેઠકમાં PM મોદી પણ શામેલ થવાના છે માટે આ બેઠક મહત્વ પૂર્ણ હશે.
મતદાન પૂરુ થઇ ગયા બાદ જો નીતીશના નિવેદનો વિશે ચર્ચા કરીએ તો તેમણે કલમ 370, 35A અને કોમન સીવીલ કોડ જેવા મુદ્દાઓ પર BJP કરતા અલગ પ્રતિક્રીયા આપી છે. તેમણે પોતાની પાર્ટી માટે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર નતો કર્યો. હવે તો બિહારને વિશેષ દરજ્જો મળે તે માટે પણ JDU માંગ કરી રહી છે.
મહત્વ પુર્ણ છે કે, ચૂંટણીના પરિણામો આવવામાં હવે ગણતરીના દિવસો બાકી છે માટે મતદાન થઇ ગયા બાદની BJPની આ બેઠક પરિણામ આવ્યા બાદ સરકાર બનવામાં શું ભૂમિકા ભજવે છે તે જોવાનું રહ્યું.