લુક નોટિસ જાહેર થવાનો અર્થ છે કે રાજીવ હવે દેશ છોડીને ક્યાંય નહી જઇ શકે. તે છતા જો તેઓ ક્યાંય જવાનો પ્રયાસ કરે છે તો ઇમિગ્રેશન અધિકારીઓ તેમની ધરપકડ કરશે અને CBIને સોંપી દેશે.
વધુ માહિતી મુજબ શારદા ચિટફંડ કૌભાંડમાં આરોપી રાજીવે સુપ્રિમ કોર્ટ દ્વારા અટકાયતથી બચવા માટે રાહતની માગ કરી હતી. ત્યાર બાદ સુપ્રિમ કોર્ટ તેની અરજીને અમાન્ય રાખી હતી, આવુ થયા બાદ રાજીવે નીચલી કોર્ટમાં જામીન અરજી કરી હતી. તો નીચલી કોર્ટ પણ તેની અરજી રદ્દ કરી હતી.
જાણકારી માટે જણાવી દઇએ કે, કોલકાતાના પૂર્વ કમિશ્નર પર શારદા ચીટ ફંડમાં કરોડો રુપિયાનો કૌભાંડ કરવાનો આરોપ છે. CBIનો આરોપ છે કે અમુક નેતાઓને બચાવવા માટે તેમણે આવુ કર્યુ હતું.
CBIએ કોલકાતાના પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારના ઘરે દરોડા પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ CBIની ટીમને કોલકાતા પોલીસ દ્વારા રોકવામાં આવી હતી, ત્યાર બાદ ત્યાં પરિસ્થિત ઘણી વણસી હતી. CBI અને સ્થાનિક પોલીસ વચ્ચે અથડામણના પણ સમાચાર સામે આવ્યા હતા. આ વાત સામે આવતા મુખ્યપ્રધાન મમતા બેનર્જી રાજીવ કુમારના બચાવમાં સામે આવ્યા હતા. તેમણે કોલકાતાના મેટ્રો ચૈનલની બહાર ધરણા પણ કર્યા હતા.