હજારીબાગ: 2000 માં બિહાર સાથેથી અલગ થયા બાદ ઝારખંડ નવું રાજ્ય બન્યું અને કેટલાય રાજકીય સમીકરણો પણ બદલાયા. હાલ તો દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીને લઈને કેન્દ્ર અને વિપક્ષ બંને પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. એક તરફ સત્તા પર BJP 2014 ની શાનદાર જીતનું પુનરાવર્તન કરવા માગે છે તો બીજી તરફ વિપક્ષ પણ BJP ને કેન્દ્રમાંથી હટાવવા માટે કોઈ પણ બાંધછોડ કરવા નથી માંગતા.
જો વાત આપણે હજારીબાગ બેઠકની કરીએ, તો અહીં હાલ તો યશવંત સિન્હાના પુત્ર જયંત સિન્હા સાંસદ છે. ખુદ યશવંત સિન્હા પણ આ બેઠકના સાંસદ રહી ચુક્યા છે. હજારીબાગ પ્રકૃતિના ખોળામાં વસેલું શહેર છે. 1968માં હજારીબાગ પર સ્વતંત્ર ઉમેદવારો પ્રભુત્વનું ધરાવે છે. કોંગ્રેસ 1968ની ચૂંટણીઓમાં પહેલીવાર જીત મેળવી હતી. 1971 માં કોંગ્રેસ તો 1977 અને 1980 માં જનતા પાર્ટીએ અહીં વિજય મેળવ્યો હતો.
1984 માં કોંગ્રેસે ફરી અહીં જીત નોંધાવી. 1989 માં BJP, 1991 માં કોમ્યુનિસ્ટ પાર્ટી, 1996 માં BJP એ જીતની દાવેદારી નોંઘાવી. 1998 અને 1999 ની ચૂંટણીમાં BJP યશવંત સિન્હા જીત્યા. 2004 માં કોમ્યુનિસ્ટ પાર્ટીના ભુવનેશ્વર પ્રસાદ મહેતા જીત્યા. 2009 માં આ બેઠક BJP ના ટિકિટ પર યશવંત સિન્હા જીત્યા. 2014 માં યશવંત સિન્હાના પુત્ર જયંત સિન્હાએ જીતની દાવેદારી નોંઘાવી હતી.
જયંત સિંહાએ અત્યાર સુધીમાં તેમના સાંસદ ફંડમાંથી વિસ્તારના વિકાસ માટે 21.54 કરોડ રૂપિયામાંથી 21.08 કરોડ ખર્ચ્યા છે. આ પૈકી માત્ર 0.46 કરોડ ખર્ચાયા નથી. તેઓએ 105 ટકા ફંડ્સનો ખર્ચ કર્યો છે.
જયંત સિન્હાએ 2014 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૌરભ નારાયણ સિંહને 4 લાખથી વધારેના મતોથી માત આપી હતી. યશવંત સિન્હાએ હાવર્ડ યૂનિવર્સિટીથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે અમે તેમને હરાવવા લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન છે.