ETV Bharat / crime

બિહારમાં 20 લોકોના શંકાસ્પદ મોત, ઝેરી દારૂ પીવાથી મોતની આશંકા - 20 લોકોના શંકાસ્પદ મોત

બિહારમાં દારૂબંધી(liquor ban in bihar) હોવા છતાં લોકો છૂપી રીતે દારૂ પીવાનું છોડી રહ્યાં નથી. આ જ કારણ છે કે છાપરામાં 20 લોકોના શંકાસ્પદ મોત થયા(Suspicious death of many people in chapra) છે. સ્થાનિક લોકો તેને ઝેરી દારૂ પીવાથી મોત ગણાવી રહ્યા છે.

બિહારમાં 20 લોકોના શંકાસ્પદ મોત, ઝેરી દારૂ પીવાથી મોતની આશંકા

author img

By

Published : Dec 14, 2022, 9:10 PM IST

બિહાર: બિહારના સારણ જિલ્લાના મશરક અને ઇસુઆપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 લોકોના શંકાસ્પદ મોત થયા(Suspicious death of 20 people in the chhapa) છે. જ્યારે અનેક બીમાર લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તમામ લોકો ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા (Seven People Died from Poisonous liquor in chapra) હતા. જોકે વહીવટી તંત્ર ઝેરી દારૂ પીવાથી મોતની પુષ્ટિ કરી રહ્યું નથી. હાલ તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. તે જ સમયે, સૂત્રોના હવાલાથી 20થી વધુ લોકોના મોતની માહિતી મળી રહી છે.

રોષે ભરાયેલા ગ્રામજનોએ રસ્તો રોક્યોઃ ઘટનાને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું છે. ગ્રામજનોના ટોળાએ SH73 અને SH90 પર વાહનવ્યવહારને અવરોધ્યો છે. ત્યારે આટલી મોટી ઘટના બાદ પણ વહીવટી તંત્રની કોઈ પહેલ દેખાતી નથી. આ વિસ્તારના લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થળ પર વાહનોની કતારો પણ લાગી ગઈ છે. બીજી તરફ રોષે ભરાયેલા લોકો મોટા અધિકારીઓને બોલાવીને વળતરની માંગણી કરવા પર અડગ છે.

આ પણ વાંચો: દારૂ પીવાથી બે લોકોના મૃત્યુના સમાચાર વાયુવેગે ફેલાયા! પોલીસે આપ્યો ચોંકવનારો ખુલાસો

મૃત વ્યક્તિઓની ઓળખ: નકલી દારૂના સેવનથી મૃત્યુ પામેલા તમામ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી છે. આ ઘટના બાદ જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઝેરી દારૂ પીવાથી તમામના મોત થયા હોવાની આશંકા ડોક્ટરે વ્યક્ત કરી છે, પરંતુ મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. જણાવી દઈએ કે ઝેરી દારૂ પીવાથી મોતની આ ઘટના સારણ જિલ્લામાં પહેલી છે. અહી ઝેરી દારૂ પીવાથી આ વર્ષે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ પણ વાંચો: ગુજરાત જેવો જ લઠ્ઠાકાંડ સર્જાયો આ રાજ્યામાં, 7 લોકોનો લેવાયો ભોગ

બીજેપી નેતાઓએ સીએમ નીતિશ પર આરોપ લગાવ્યો: બીજેપી નેતાઓએ આરોપ લગાવ્યો કે સીએમએ બીજેપી નેતા વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે. જેના માટે તેણે માફી માંગવી જોઈએ. વાસ્તવમાં, આજે ગૃહની અંદર નકલી દારૂના કારણે મૃત્યુને લઈને સીએમ નીતિશ અને વિપક્ષના નેતા વિજય સિન્હા વચ્ચે ચર્ચા થઈ હતી. વિજય સિંહાના સવાલોના જવાબ આપતા નીતિશ કુમારે કહ્યું કે તમે લોકોએ પણ દારૂબંધીનું સમર્થન કર્યું હતું. આ દરમિયાન નીતિશ કુમાર ગુસ્સામાં આવી ગયા અને બીજી ઘણી વાતો પણ કરી હતી. આ પછી ભાજપના સભ્યો ગેલમાં આવી ગયા અને સતત હંગામો કરવા લાગ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ અવધ બિહારી ચૌધરીએ ભાજપના સભ્યોને તેમના સ્થાને બેસવા કહ્યું, પરંતુ વિપક્ષના લોકો સહમત ન થયા અને ગૃહને સ્થગિત કરવું પડ્યું હતું.

"બિહારમાં આજે દારૂના કારણે અનેક મોત થયા છે. તેનો કડક અમલ કરવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી નશાબંધીના વિરોધમાં નથી, પરંતુ નશાબંધીના નામે ગુનેગારોની ટોળકી રચાઈ રહી છે, મુખ્યપ્રધાનના અહંકારના કારણે અરાજકતાનું વાતાવરણ સર્જાયું છે" - વિજય સિંહા, વિપક્ષના નેતા

"આવું ગંદું કામ કોઈએ કર્યું નથી, તમે જે કરો છો, તે ખૂબ જ ગંદું કામ છે, તમને કેવી રીતે જીવવું તે ખબર નથી, તમે ચૂપ રહો.. તમે લોકોએ પણ દારૂબંધીને ટેકો આપ્યો હતો" - નીતિશ કુમાર, સીએમ, બિહાર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.