ETV Bharat / crime

Robbery Case In Morbi:મોરબીના હળવદમાં દેવું વધી જતા આંગડીયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું રચ્યું તરકટ - ચોરીનું ખોટું નાટક

મોરબીના હળવદ શહેરની SBI બેંક નજીક આજે (Robbery Case In Morbi) આંગડીયા પેઢીના કર્મચારીની નજર ચૂકવી ગઠીયો 40 લાખની રકમ ભરેલો થેલો લઇ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો, જોકે બનાવમાં ફરિયાદી કર્મચારી જ શંકાના પરિઘમાં હતો અને પોલીસે ઉલટ તપાસ હાથ ધરતા ફરિયાદી જ આરોપી નીકળ્યો હોવાનો ધડાકો થયો હતો.

Robbery Case In Morbi:મોરબીના હળવદમાં દેવું વધી જતા આંગડીયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું રચ્યું તરકટ

author img

By

Published : Dec 23, 2021, 7:49 AM IST

મોરબી: વાંકાનેરના રહેવાસી અમરગીરી (Robbery Case In Morbi) ગોસ્વામી નામનો ઇસમ હળવદની પીએમ આંગડીયા પેઢીના કર્મચારી તરીકે કામ કરતો હતો, જે આજે SBI બેંક નજીક હતો, ત્યારે એક ગઠીયો કારમાંથી ઓઈલ લીકેજ થાય છે, તેમ કહેતા નજર ચૂકવીને 40 લાખની રકમ ભરેલ થેલો લઈને ફરાર થઈ ગયો હોવાની ભોગ બનનારે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Police Station Halwad) નોંધાવી હતી.

Robbery Case In Morbi:મોરબીના હળવદમાં દેવું વધી જતા આંગડીયા પેઢીના કર્મચારીએ જ ચોરીનું રચ્યું તરકટ

ફરિયાદી જ આરોપી નીકળ્યો

હળવદ પોલીસે CCTV કેમેરા ચેક કરી ઘટનાની તપાસ ચલાવી હતી, અને ફરિયાદ કરનાર આંગડીયા પેઢીનો કર્મચારી જ શંકાના ઘેરામાં હોવાથી પોલીસે ઉલટ તપાસ આદરી હતી, અને પોલીસની ઉલટ તપાસમાં આરોપીએ વટાણા વેરી નાખ્યા હતા, અને ચોરીનું ખોટું નાટક તેને ઉભું કર્યાનું ખુલ્યું હતું, જેથી ફરિયાદી જ આરોપી નીકળતા આરોપી વિરુદ્ધ પોલીસને ગેરમાર્ગે દોરવા અને ખોટી ફરિયાદ કરવા અંગે પોલીસે કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચો:

Incident of theft in Surat: સુરતમાં બંધ મકાનમાંથી 10 લાખથી વધુની ચોરી

Robbery Case In Jamnagar: પ્રેમિકાને મોંઘી ગિફ્ટ આપવા ઘરમાં જ કરી લૂંટ, માતા પુત્રએ રચ્યું તરકટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.