જૂનાગઢ: શહેરમાંં કુરિયર બોય(Robber As a Courier Boy) તરીકે રેકી કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરીને તેની પાસેથી રહેલા સોનાના દાગીનાની ચીલઝડપ કરીને ફરાર થઈ જતા વડોદરાના કિશોર માછીને જૂનાગઢ પોલીસે રાજકોટ નજીકથી લૂંટ કરાયેલા મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો.જો તમારી ઘરે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કુરિયર બોય તરીકે આવે તો સતર્ક રહેજો જૂનાગઢ પોલીસે(Junagadh Police) આવા લૂંટારૂ કુરિયર બોયને પકડી પાડીને ગુજરાત અને રાજસ્થાન સહિત મળીને કુલ 50 કરતાં વધુ લુટના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આરોપીને રાજકોટની ગ્રીનલેંડ ચોકડી પાસેથી પકડી પાડ્યા હતા - જૂનાગઢના ગીતા નગર વિસ્તારમાં કુરિયર બોય બનીને આવેલા લૂંટારૂ કિશોર માછી વયોવૃદ્ધ મહિલાના ગળામાંથી 30,000 જેટલા મૂલ્યની સોનાની માળાની લૂંટ કરીને ફરાર થઈ ગયો હતો. આ ફરિયાદને આધારે જૂનાગઢ પોલીસે સીસીટીવી(Junagadh police CCTV) અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને આરોપીને રાજકોટની ગ્રીનલેંડ ચોકડી(Rajkot Greenland cross road) પાસેથી લૂંટમાં ગયેલા મુદ્દામાલ સાથે પકડી પાડવામાં સફળતા મેળવી છે.
આ પણ વાંચો: Robbery In Bharuch : સીસીટીવીમાં કેદ રિવોલ્વરની અણીએ લૂંટની ઘટના
કુરિયર બોય બનીને આરોપી કરતો હતો રેકી - મૂળ વડોદરાનો કિશોર માછી વડોદરા સહિત ગુજરાતના અન્ય 15 કરતાં વધુ શહેરોમાં આ પ્રકારની લૂંટની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે રાજસ્થાનમાં પણ ૩૦ થી ૪૦ જેટલી લૂંટની ઘટનાને સાતીર કિશોર માછી એ અંજામ આપ્યો હતો પરંતુ તેનો ખેલ જૂનાગઢ પોલીસે ખતમ કરીને તેને પકડી પાડયો છે આરોપી કિશોર માછી લૂંટ કરતા પૂર્વે કુરિયર બોય બનીને જે તે વિસ્તારમાં રેકી કરતો અને ખોટું કુરિયર બનાવીને શિકારની શોધમાં ફરતો હતો જો કુરિયર લેવા માટે કોઈ સિનિયર સિટીઝન કે વયોવૃદ્ધ વ્યક્તિ બહાર આવે તો તેણે પહેરેલા ઘરેણાની લૂંટ ચલાવીને આ આરોપી સફળતાપૂર્વક પસાર થઈ જતો હતો.
આ પણ વાંચો: ભરૂચમાં લુખ્ખાઓનો આતંક, બંધુક્ની અણીએ ઉદ્યોગપતિ સાથે લાખોની લૂંટ
લૂંટ બાદ પોલીસને ચકમો આપવા અજમાવતો યુક્તિ પ્રયુક્તિ - લૂંટ બાદ આરોપી કિશોર માછી કપડાં બદલીને લૂંટ કરવા માટે આવેલા મોટરસાયકલ પર નંબર પ્લેટ બદલી ને સફળતાપૂર્વક લૂંટની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જતો હતો પરંતુ આરોપી ના તમામ ખેલ જુનાગઢ પોલીસ છે ખુલ્લા પાડી દીધા છે આરોપીને પકડવા માટે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નેત્રમ સીસીટીવીની મદદ પણ લેવામાં આવી હતી આ સિવાય આરોપી સુધી પહોંચવા માટે જૂનાગઢ પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનનો પણ ઉપયોગ કર્યો હતો ત્યારબાદ પોલીસને આરોપી અંગે પૂરતી અને સચોટ જાણકારી મળતા પોલીસે તેને રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીકથી લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો કાતિલ આરોપીને પકડી પાડવા માટે વિભાગીય પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન નીચે સી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જે જે ગઢવી અને નેત્રમ પ્રોજેક્ટના પી.એસ.આઇ પી એચ મશરૂની કુનેહને કારણે ગુજરાત અને રાજસ્થાનમાં થયેલા 50 કરતાં વધુ સોનાના દાગીના ની લૂંટના આરોપીને પકડી પાડીને ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે