અચ્યુતપુરમઃ આંધ્રપ્રદેશમાં માત્ર બે દિવસના અંતરમાં બે આદિવાસી મહિલાઓનો શિકાર થયો છે. નરાધમોએ કુર્કમ (Andhra Pradesh Police) કરીને એની હત્યા કરી દીધી હતી. શનિવારે અનકાપલ્લી જિલ્લાના અચ્યુતાપુરમ SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન)માં એક આદિવાસી (Andhra Pradesh Tribal Woman) મહિલા કામદાર પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પછી તેની હત્યા કરવામાં આવી હતી. અન્ય એક ઘટનામાં શુક્રવારે પલનાડુ જિલ્લાના માચેરલામાં વધુ એક આદિવાસી મહિલા પર ત્રણ યુવકોએ કુકર્મ આચરી એની પણ હત્યા (IPC 302) કરી દેવાઈ હતી.
તંબુમાં શિકારઃ અચ્યુતપુરમની ઘટનામાં, એક 32 વર્ષીય આદિવાસી મહિલા તેના બાળકોને વિઝિયાનાગામ જિલ્લાના બોબિલી નજીકના તેના વતન રામવરમ ગામમાં છોડીને તેના પતિ સાથે અનાકાપલ્લી જિલ્લામાં અચ્યુતાપુરમ સેઝમાં કામ કરવા ગઈ હતી. જ્યારે તેનો પતિ SEZમાં RCL કંપનીના કોન્ટ્રાક્ટર સાથે કામ કરતો હતો. તે ત્યાં પરપ્રાંતિય કામદારો માટે રસોઈ બનાવતી હતી. કોન્ટ્રાક્ટર ઘણા રાજ્યોમાંથી પરપ્રાંતિય કામદારોને લાવી રહ્યો હતો. તબુંમાં રોકાણ માટેની વ્યવસ્થા કરતો હતો.
એકલી જોઈને ઘાઃ શનિવારે તેના પતિ સહિત અન્ય તમામ લોકો કામ પર નીકળી ગયા હતા. પરંતુ એક અઠવાડિયા પહેલા પશ્ચિમ બંગાળથી RCL કંપનીમાં કામ કરવા આવેલા સુજન સરદાર (25)એ આદિવાસી મહિલાને તેના ઘરે એકલી જોઈ ગયો હતો. એ સમયે મોકો જોઈને તેણે મહિલા પર હુમલો કરી દીઘો હતો. પછી મહિલા પર કુકર્મ કર્યું હતું. તે નશો કરેલી સ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આદિવાસી મહિલાએ તેના પતિ અને સાથી કામદારોને આવું કંઈ ન કહેવા ધમકી આપી હતી.
સળીયા માર્યાઃ આ પછી મહિલાને લોખંડના સળીયા મારીને પતાવી દીધી હતી. જ્યારે એના મૃતદેહને તંબુની પાછળ ગટરમાં ફેંકી દીધો હતો. તંબુમાં તૂટેલા કાચના ટુકડા જોવા મળ્યા હતા. પોલીસ પૂછપરછમાંથી જાણવા મળ્યું કે, સુજન સરદાર આગલા દિવસે ગુનાના સ્થળે એકલો હતો. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. રવિવારે સવારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલ્યું હતું કે તેણે આ ગુનો કર્યો હતો.
ફોન શોધવા મામલેઃ માશેરલાની ઘટનામાં, એક આદિવાસી મહિલા પર ત્રણ શખ્સોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. એ પછી એ મહિલાની પણ હત્યા કરી દેવામાં આવી હતી. જે તેના ખોવાયેલા ફોનની માહિતી મેળવવા ગયા હતા. આ ભયાનક ઘટના પલનાડુ જિલ્લાના માચેરલા મંડલના નાગાર્જુનસાગર પાસેની કોલોનીમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ચેંચુ કોલોનીમાં રહેતી એક મહિલા ઘણા વર્ષોથી આશા વર્કર તરીકે કામ કરી રહી છે. તાજેતરમાં, તેણીનો ફોન ખોવાઈ ગયો. તે જાણીને નજીકમાં જ અન્ય કોલોનીમાં રહેતા વેંકન્નાએ તેને ફોન શોધવામાં મદદ કરવાની ઓફર કરી.
પથ્થરના ઘા મારીઃ મહિલાએ શુક્રવારે રાત્રે તેના ફોન વિશે જાણવા માટે તે નરાધમની મુલાકાત લીધી હતી. તેણે કહ્યું કે ફોન સ્વીચ ઓફ છે અને તે તેને પછીથી શોધી કાઢશે. તેથી તે ઘરે જવા રવાના થઈ ગઈ. તે દરમિયાન, ચાઇના અંજી, બૈસ્વામી અને અંજી, જેઓ મહિલાની જ વસાહતના છે, તેમણે મહિલાને ઊઠાવી, જબરદસ્તીને કરીને લઈ ગયા હતા. રસ્તામાં ઝાડી-ઝાંખરા વચ્ચે એના પર ત્રણેય નરાધમો કુકર્મ કરવા માટે તૂટી પડ્યા હતા. કુકર્મ કર્યા બાદ એના માથામાં ભારે પથ્થર મારીને પતાવી દીધી હતી. તેથી ઘટના સ્થળે જ એનું મોત નીપજ્યું. આરોપી મૃતદેહને નજીકના નીચાણવાળા વિસ્તારોમાં લઈ ગયો, તેને તાડના પાંદડાથી ઢાંકીને ઘરે ગયો. શનિવારે સવાર સુધી રાહ જોયા પછી પણ મહિલા ઘરે ન આવતાં પરિવારજનોએ વિજયપુરી દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.