કલબર્ગી(કર્ણાટક): કર્ણાટકના કલબર્ગીમાં ખુલ્લેઆમ હથિયાર લઈને લોકોને ડરાવી રહેલા આરોપી પર પોલીસે ગોળી ચલાવી હતી. જેમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી. ત્યારબાદ પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
હથિયારો સાથે ડરાવી રહ્યો હતો: પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપી અબ્દુલ ભીડભાડવાળા વિસ્તારમાં આરોપી એક હાથમાં તલવાર અને બીજા હાથમાં છરી લઈને લોકોને ધમકાવી રહ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેઓએ આરોપીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું, પરંતુ આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો. આરોપીને પોતાની તરફ આવતો જોઈને એસઆઈએ સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી મારી અને આરોપીને કસ્ટડીમાં લઈ લીધો.
Woman Sells Granddaughter: સગી નાની બની સોદાગર, 55000 રૂપિયામાં કર્યો માસુમનો સોદો
આરોપીનો પોલીસ પર હુમલાનો પ્રયાસ: જણાવવામાં આવી રહ્યું છે કે આ ઘટના રવિવારે રાત્રે લગભગ 9 વાગે બની હતી, જ્યારે અબ્દુલ ઝફર કલબર્ગી નગરના સુપરમાર્કેટ વિસ્તારમાં શાક માર્કેટની સામે મુખ્ય માર્ગ પર નિર્ભયપણે તીક્ષ્ણ હથિયાર સાથે ફરતો હતો. આ મામલાની માહિતી મળતા જ ચોક પોલીસ સ્ટેશનના એસઆઈ વાહીદ કોટવાલ અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ વિસ્તારના વેપારીઓ અને લોકોને હથિયારોથી ધમકાવી રહેલા ઝફરને પોલીસે આત્મસમર્પણ કરવા કહ્યું. પરંતુ આરોપી ઝફરે પોલીસની વાત ન માની અને હથિયારોથી પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આથી પીએસઆઈ વાહીદ કોટવાલે ડરાવવા માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ એરિયલ ફાયરિંગની અવગણના કરી અને તે સતત પોલીસ તરફ આગળ વધી રહ્યો હતો. ત્યારબાદ એસઆઈએ આરોપીને તેના ડાબા પગ પર ગોળી મારી દીધી.
Operation Aag: કેરળમાં 2500થી વધુ ગુનેગારોની ધરપકડ
આરોપી સારવાર હેઠળ: ગોળીથી ઘાયલ થયેલા આરોપી ઝફરની પોલીસે ધરપકડ કરીને કલબુર્ગીની જેમ્સ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર બાદ તેને બસવેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર ચેતન આર, ડીસીપી અદુર શ્રીનિવાસુલુ, એસીપી દીપને ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. હાલ પોલીસ આરોપીના ગુનાહિત ઈતિહાસની માહિતી એકઠી કરી રહી છે. આ બનાવ અંગે ચોક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.