જુનાગઢ પોલીસે આજે નશામાં થર્ટી ફર્સ્ટની (Celebrating the Thirty First) ઉજવણી કરવાના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું છે પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે જુનાગઢ એલસીબી (Local Crime Branch Junagadh) એ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા ઝફર મેદાનમાંથી 456 પેટી (Junagadh LCB has seized 456 boxes of liquor) પરંપરાતીય દારું પકડી પાડ્યો છે રાતના અંધારામાં પોલીસને ચકમો આપીને છ આરોપીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે પરંતુ પોલીસે દારૂ સહિત 37 લાખ કરતાં વધુ ના મુદ્દામાલ કબજે (Junagadh police seized liquor) કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
પોલીસે ફેરવ્યું પાણી જૂનાગઢ પોલીસને (Local Crime Branch Junagadh) આજે મોટી સફળતા મળી છે પૂર્વ બાતમીને આધારે પોલીસે શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાંથી 456 પેટી પર પ્રાંતિય દારૂની સાથે એક ટ્રક અને મેટાડોર ને પકડી પાડવામાં સફળતા મળી છે. પોલીસને મળેલી પૂર્વ બાતમી ને આધારે ગત રાત્રિના સમયે જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા જફર મેદાનમાં રાત્રિના ત્રણ કલાકે સર્ચ ઓપરેશન હાથ ધરતા અહીંથી 456 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પરંતુ અંધારા નો લાભ લઈને 6 જેટલા આરોપીઓ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયા છે. જેને પકડી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બાજરીની બોરી નીચે સંતાડાયો હતો દારૂ આગામી થર્ટી ફર્સ્ટ ઉજવણીને લઈને નશાખોરો દારૂ ના નશામાં મદમસ્ત બનીને નવા વર્ષની ઉજવણી કરશે તેને ધ્યાને રાખીને બુટલેગરો એ પરપ્રાંતી દારૂનો ખૂબ મોટો જથ્થો જુનાગઢ મંગાવ્યો હોવાની હકીકત પણ બહાર આવી છે બુટલેગરો દ્વારા ખૂબ જ સફળતાપૂર્વક અને કોઈને શંકા ન ઉપજે તે પ્રમાણે 215 જેટલા બાજરીના કટ્ટા ની નીચે પરપ્રાંતિય દારૂની 456 પેઢી સંતાડીને જુનાગઢ સુધી લાવવામાં સફળતા મળી હતી.
ખુલ્લો પાડ્યો રાત્રિના સમયે આ દારૂ જે તે બુટલેગરો પોતાની જગ્યા પર સરળતાથી સ્થળાંતર કરે તે પહેલા જ પોલીસે બુટલેગરોનો કીમીયો ખુલ્લો પાડ્યો હતો ઘટના સ્થળેથી છ જેટલા મુખ્ય આરોપીઓ કરાર થવામાં સફળ રહ્યા છે પરંતુ પોલીસે 6 આરોપીઓ સહિત ટ્રક અને મેટાડોર ના માલિક ની સામે પણ ગુનો નોંધીને તમામ ફરાર આરોપીઓને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.