સુરત શહેરના વેપારી બેન્ક ખાતામાંથી 21 લાખ રૂપિયા ઉપાડી ગયાનો કિસ્સો સામે આવ્યો હતો. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સાયબર ક્રાઈમ પોલીસે (Surat Cyber Crime Police) ગુનો નોંધી બિહારના પટનાથી એક આરોપીની ધરપકડ કરી છે. હાલ આરોપી બેરોજગાર છે અને પૈસા માટે આ કાવતરું આચર્યું હતું.
બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવ્યું સુરતમાં રહેતા ફરીયાદીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બેન્કમાં રજીસ્ટર મોબાઈલ નંબરનું ()Mobile number registered with the bank_ સીમકાર્ડ બંધ કરાવી તેઓનું બોગસ આધાર કાર્ડ (SIM Card Blocked Bogus Aadhaar Card) બનાવવામાં આવ્યું હતું. તે બોગસ આધાર કાર્ડના આધારે ફરીયાદીના નામનું નવું સીમકાર્ડ મેળવી લેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો ગમે તે પોસ્ટ મૂકતા કે શેર કરતા પહેલા વિચારજો, પોલીસે શરૂ કર્યું છે આવું કામ
21 લાખ રૂપિયા ઉપાડી લેવાયા તેઓના નેટ બેન્કિંગના આઈડી પાસવર્ડ ચોરી કરી તેઓના ત્રણ બેન્ક ખાતામાં 21 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ ઘટનામાં પોલીસે બિહારથી એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીનું નામ સમીર નાકેશ્વર પ્રસાદ આર્ય છે.
મોર્ડસ ઓપરેન્ડી સિમ સ્વેપ ફોર્ડ આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમના ACP યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સમગ્ર મોર્ડસ ઓપરેન્ડીને સિમ સ્વેપ ફોર્ડ (Mordus Operandi Sim Swap Fraud) કહેવામાં આવે છે. જેમાં એક વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તેના નામનું એક બોગસ આધાર કાર્ડ બનાવવામાં આવે છે. જે તે આધાર કાર્ડ બનાવીને મોબાઈલ કંપનીનું સીમકાર્ડ બંધ કરાવવામાં આવે છે.
આ પણ વાંચો Cyber Crime Surge in Vadodara : સાયબર ઠગાઇ માટે કયા કયા વિષયોની જાળ નાંખી રહ્યાં છે ગઠિયા જાણો
બેન્કમાંથી ઓટીપી મેળવીને અલગ અલગ ત્રણ એકાઉન્ટમાંથી ફ્રોડ કોઈપણ રીતે જે તે બેન્કના આઈડી પાસવર્ડ ચોરી (Bank ID password theft) કરીને જે તે વ્યક્તિનું નવું બોગસ સીમ કાર્ડ ઇશ્યુ કરી બેન્કમાંથી ઓટીપી મેળવીને અલગ અલગ ત્રણ એકાઉન્ટમાંથી ફ્રોડ કરવામાં આવે છે. આ કેસમાં 21 લાખ રૂપિયાનું ફ્રોડ કરાયું છે. હાલ જે આરોપીની ધરપકડ (Accused arrested from Bihar in cyber crime) કરવામાં આવી છે તેની ઉંમર 24 છે અને બિહાર પટનાથી ધરપકડ કરાઈ છે જે હાલ બેરોજગાર છે.