- ધૂળેટી પર પબ્લિક ગેધરીંગ નહીં થવા દઈએઃ DGP
- રાજ્યના DGP વડોદરાની મુલાકાતે પહોંચ્યા હતા
- DGPએ હરણી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનું ઉદ્ધાટન કર્યું
- ધૂળેટીમાં 4થી વધુ લોકો ભેગા ન થાય તેનું ધ્યાન રખાશેઃ DGP
વડોદરાઃ હાલની પરિસ્થિતિ અને તેને પહોંચી વળવા માટે પોલીસની રણનીતિ અંગે DGP આશિષ ભાટિયાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ધૂળેટીના તહેવારમાં કોઈ પણ જગ્યાએ પોલીસ પબ્લિક ગેધરીંગ નહીં થવા દે. ધૂળેટીના તહેવાર પર પાબંધી લાગી શકે તેવી પણ શક્યતા છે. વડોદરાની મુલાકાતે આવેલા રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પોલીસ વેલફર ફંડ અંતર્ગત યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટનુ આયોજન કર્યું હતું ત્યારે તેમણે હરણી પોલીસ સ્ટેશન ખાતે તૈયાર કરવામાં આવેલા ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નરનું ઉદ્ધાટન કર્યું હતું. તેમજ 82 જેટલા ફરિયાદીઓને 10.55 લાખ રૂપિયાની કિંમતની વસ્તુઓ પરત કરી હતી.
પોલીસ રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ કરાવી રહી છે: DGP
DGP આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2020માં કોરોનાની વણસી ઉઠેલી પરિસ્થિતિને અનુલક્ષી લોકોના આરોગ્યની ચિંતા સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખી પોલીસે કામગીરી કરી હતી. જોકે, થોડા સમય બાદ પોલીસને રિલેક્સ થવાનો પણ સમય મળ્યો હતો, પરંતુ ફરી એક વખત કોરોના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે રાત્રિ કરફ્યૂનો ચુસ્ત અમલ થાય તેનું પોલીસ ધ્યાન રાખી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, પરિસ્થિતિને જોતા રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર થઈ શકે છે.
આ પણ વાંચોઃ રાજકોટમાં આજે ગુરુવારથી રાત્રે 10 વાગ્યા બાદ કરફ્યૂ જાહેર