ETV Bharat / city

Vadodara Students In Ukraine: યુક્રેનમાં ફસાયા વડોદરાના 4 વિદ્યાર્થીઓ, સાંસદ રંજનબેન ભટ્ટે આપી માહિતી - રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે યુક્રેન (Vadodara Students In Ukraine)માં વડોદારના 4 વિદ્યાર્થીઓ ફસાયા છે. યુક્રેનમાં ફસાયેલા વડોદરાના વિદ્યાર્થીઓ વિશે સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું હતું કે વિદેશ મંત્રાલય અને એમ્બેસીને આ વિદ્યાર્થીઓની વિગત આપવામાં આવી છે.

Vadodara Students In Ukraine: યુક્રેનમાં ફસાયા વડોદરાના 4 વિદ્યાર્થીઓ, સાંસદ રંજનબેન ભટ્ટે આપી માહિતી

author img

By

Published : Feb 24, 2022, 9:15 PM IST

વડોદરા: રશિયાએ યુક્રેન પર હુમલો (Vadodara Students In Ukraine) કરી દેતા વડોદરાના 4 વિદ્યાર્થીઓ યુક્રેનમાં અટવાયા છે. તેઓ આજે ફ્લાઇટમાં ભારત આવવા રવાના થવાના હતા. એરપોર્ટ પર અટવાયા બાદ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી (Indian Students In Ukraine University) પરત લઇ જવાયા છે. આ મુદ્દે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, યુક્રેનમાં વડોદરાના 4 વિદ્યાર્થીઓ અટવાયા છે.

યુક્રેનમાં વડોદરાના 4 વિદ્યાર્થીઓ અટવાયા છે.

વિદ્યાર્થીઓ આજે દિલ્હી આવવાના હતા

તેમણે જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓ આજે ફ્લાઇટમાં દિલ્હી (Ukraine To Delhi Flights) આવવાના હતા, પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે હુમલાની સ્થિતિ (Ukraine Russia War 2022)ને કારણે ફ્લાઇટ રદ (Ukraine To Delhi Flight Cancel) કરી દેવામાં આવી હતી. તમામને બસમાં પરત તેમની યુનિવર્સિટીએ લઇ જવામાં આવ્યા છે. યુક્રેનમાં અટવાયેલા વડોદરાના આ 4 વિદ્યાર્થીઓના નામ અદિતી પંડ્યા, વિશ્વા, મહાવીર સિંહ અને દેવ શાહ છે. ભારતના વિદેશ મંત્રાલય અને એમ્બેસીને આ વિદ્યાર્થીઓની વિગત આપવામાં આવી છે.

આ પણ વાંચો: Gujarati trapped in Ukraine : રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સંપર્કમાં, તમામને પાછા લાવવાનો પ્રયાસ

રશિયાએ હુમલો કરતા ફ્લાઇટ કેન્સલ

યુક્રેનમાં (Ukraine Russia Crisis) ફસાયેલી અદિતીના પિતા અજયભાઇએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી દીકરી અદિતી આજે યુક્રેનથી દિલ્હી આવવા માટે એરપોર્ટ પર પહોંચી હતી. રશિયાએ હુમલો (russia attacks ukraine) કરી દેતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જેથી તેને એરપોર્ટથી પરત યુનિવર્સિટી લઇ જવાઇ છે. અમે તેની સાથે ફોન પર વાત કરી.

આ પણ વાંચો: Russian Sadhvi in Junagadh: રશિયન અને યુક્રેનના યુદ્ધ વચ્ચે પણ હિન્દુ ધર્મથી પ્રભાવિત થયેલ રશિયન સાધ્વી કરી રહી છે ભારત ભ્રમણ

વિદ્યાર્થીઓની વિગતો એમ્બેસી અને વિદેશ મંત્રાલયને આપવામાં આવી

પિતાએ જણાવ્યું કે, અદિતિએ કહ્યું હું હાલ સુરક્ષિત છું. પરંતુ વાલી તરીકે હાલ અમે ચિંતિત છીએ અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટને રજૂઆત કરી છે. યુક્રેનમાં ફસાયેલા વડોદરાના આ 4 વિદ્યાર્થીઓની વિગતો ભારતના વિદેશ મંત્રાલય અને એમ્બેસીને આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.