વડોદરા ગુજરાતની મલખંભ ટીમના (Malkhamb team from Gujarat ) સદસ્ય અને 36મી નેશનલ ગેમ્સના (36th National Games ) સૌથી ઓછી વયના રમતવીર, શૌર્યજીત ખૈરે (Vadodara Shauryajit beats Senior players ) ગુજરાત માટે કાંસ્ય પદક જીતીને અનોખું શૌર્ય બતાવ્યું છે. શૌર્યજીત સાથે ETV Bharatએ ખાસ વાતચીત કરી હતી. શોર્યજીત એ જણાવ્યું હતું કે, મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે, મલખંભ ગેમમાં મરાથી પણ ખૂબ મોટા ખેલાડીઓ (Shauryajit beats Senior players to win bronze ) હતા. મેં તેઓને ચેલેન્જ કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો. મારી છ વર્ષની મહેનતના કારણે અહીં પહોંચ્યો છું. હું રોજે રોજ પાંચ કલાક જુમ્માદાદા વ્યાયામ શાળામાં પ્રેક્ટિસ કરી રહ્યો છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટ્વીટ કરી મને ખુબ પ્રોત્સાહન મળ્યું છે. હું વડાપ્રધાનનો આભાર માનું છું.
પિતાનું નિધન ખૂબ દુઃખદ ઘટના શૌર્યજીતના કોચ જીત સપકડે જણાવ્યું હતું કે, ખૂબ જ પ્રેક્ટિસ કરી છે અને બ્રોન્ઝ મેડલને લઈ ખૂબ ગર્વ થઈ રહ્યું છે. નેશનલ ગેમ્સમાં સૌથી નાનો હોવાથી વધુ ગર્વ થઈ રહ્યું છે. આ સાથે પિતાના નિધન ખૂબ જ દુઃખદ સમાચાર હતા, પરંતુ અમારા માટે મોટો પડકાર હતો છતાં અમે તેના પિતાનું સપનું હતું કે, ગોલ્ડ મેડલ મળે પરંતુ હાલ બ્રોન્ઝ મેડલ મળ્યો છે. આગળ વધુ પ્રેક્ટિસ અને મહેનત કરી ગોલ્ડ મેડલ લાવીશું. આ સાથે શૌર્યજીતના બહેન સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પરિવારમાં ખૂબ જ ખુશી છે. પિતા પણ ખૂબ ખુશ હશે. જેવી રીતે તેને પર્ફોર્મન્સ આપ્યું છે. પરિવારમાં સતત તેને મોટિવેશન કરી રહ્યા છીએ, પરંતુ તેનું સેલ્ફ મોટિવેશન ખુબ જ વધુ છે. હાલમાં બ્રોન્ઝને લઈ ખૂબ ખુશી છે. આગળ જઈ ગોલ્ડ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
દેશના વડાપ્રધાનને મનોબળ વધાર્યું હતું શૌર્યજીતની આ સિદ્ધિને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માત્ર બિરદાવી હતી. મેડલ વીનર મેચનો વિડિયો સોશિયલ મીડિયા (Medal winner match video social media) એકાઉન્ટ પર મૂકી તેનું મનોબળ વધાર્યું હતું. આ સાથે આ ટ્વીટને લઈ ખુશી વ્યક્ત કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શૌર્યજીતે આભાર માન્યો હતો.
મલખંભના તમામ ખેલાડી વડોદરાના: આ સ્પર્ધામાં ગુજરાતની છોકરા અને છોકરીઓની ટીમ વ્યક્તિગત અને એપાર્ટસ ઇવેન્ટમાં હરીફાઈ કરી હતી. રાજ્યની ટીમના તમામ 12 ખેલાડીઓ વડોદરાના હતા. જે અદભૂત ગર્વની બાબત છે. સ્પર્ધામાં ગર્લ્સ ટીમ પાંચમા સ્થાને અને બોયઝ ટીમ છઠ્ઠા સ્થાને રહી અને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. ગઈ કાલે પાછી ફરેલી ટીમના સદસ્યો અને ચંદ્રક વિજેતા શૌર્યને ખુલ્લી જીપમાં સન્માન શોભાયાત્રા કાઢીને વધાવવામાં આવ્યા હતા. શૌર્યની સિદ્ધિને કેન્દ્રીય ખેલ પ્રધાન (Union Sports Minister) અનુરાગ ઠાકુરે પણ સોશિયલ મીડિયા પર બિરદાવી હતી. ટીમને આવકારવામાં આ રમતના ચાહકો,ખેલાડીઓના પરિવારજનો અને તાલીમદાતાઓ જોડાયા હતા.