ETV Bharat / city

વડોદરામાં રસીકરણ ઘટતા કોર્પોરેશન દ્વારા રીક્ષા ચાલકો અને વેપારીઓનું કરાઈ રહ્યું છે રજિસ્ટ્રેશન

author img

By

Published : Jun 9, 2021, 5:17 PM IST

વડોદરામાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા રસીકરણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે, કોર્પોરેશન દ્વારા રીક્ષા ચાલકો અને વેપારીઓને રજિસ્ટ્રેશન કરીને તાત્કાલિક રસી માટે મોકલી આપે છે. ત્યારે, બીજી બાજું પ્રિ-મોન્સૂન કામગીરીના લઈને પણ કોર્પોરેશન દ્વારા બેઠક યોજવામાં આવી હતી.

વડોદરામાં રસીકરણ ઘટતા કોર્પોરેશન દ્વારા રીક્ષા ચાલકો અને વેપારીઓનું કરાઈ રહ્યું છે રજિસ્ટ્રેશન
વડોદરામાં રસીકરણ ઘટતા કોર્પોરેશન દ્વારા રીક્ષા ચાલકો અને વેપારીઓનું કરાઈ રહ્યું છે રજિસ્ટ્રેશન
  • કોરોનાના કેસ ઘટતા વેક્સિનેશનમાં ઘટાડો નોંધાયો
  • કોર્પોરેશન દ્વારા વેક્સિનેશનને વધુ વેગ આપવા પ્રયાસ
  • ખુલ્લા અને તૂટી ગયેલા ડ્રેનેજના ઢાંકણો સંદર્ભે પ્રિ-મોન્સૂન કામગીરી

વડોદરા: કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. આથી, 1 મેથી કેન્દ્ર સરકાર દ્વારા જે રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ, કોરોનાના કેસમાં દિવસેને દિવસે ઘટાડો નોંધાતા સરકાર દ્વારા રેપીડ એન્જિન ટેસ્ટના સેન્ટર પણ બંધ કરી દેવામાં આવ્યા હતા અને રસીકરણનો પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે, વડોદરા કોર્પોરેશન દ્વારા વેક્સિનેશનને વધુ વેગ મળે એ માટે રિક્ષાચાલક, પથારાવાળા, ફેરીયા અને દુકાનના વેપારીઓને તાત્કાલિક ધોરણે રજિસ્ટ્રેશન કરાવીને વેક્સિનેશન માટે મોકલે છે.

આ પણ વાંચો: વડોદરા: ટીમ રેવોલ્યુશન દ્વારા 44 મૃતકોની અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું

તૂટી ગયેલા ડ્રેનેજના ઢાંકણા અને અરજીના નિકાલ માટે અધિકારીઓ સાથે બેઠક

વડોદરા: શહેરમાં ખુલ્લા અને તૂટી ગયેલા ડ્રેનેજના ઢાંકણો સંદર્ભે સ્થાઇ સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે વહેલી તકે કામગીરી કરવાની જે તે વોર્ડના અધિકારીઓને સૂચનાઓ આપી હતી. વડોદરા શહેરમાં ઘણાં વિસ્તારમાં ડ્રેનેજના ઢાંકણો તૂટી જવાની તથા ડ્રેનેજના ઢાંકણા ગાયબ હોવાનું મિડિયાના માધ્યમથી તથા જાગૃત નાગરિકોની રજૂઆતના માધ્યમથી સ્થાઇ સમિતિના અધ્યક્ષ સુધી જાણકારી પહોંચતાં તેમણે વોર્ડ વિસ્તારના અધિકારીઓને સર્વે કરી વહેલી તકે ઢાંકણ બદલવાની કામગીરી અંગે સૂચનાઓ આપી વૉર્ડ અધિકારી સાથે બેઠક યોજી હતી. જે તે અધિકારીઓને અરજી નિકાલની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આવેલી અરજીઓનું તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનું પણ જણાવ્યું હતું. જેથી, ચોમાસા પૂર્વે આ કામગીરી કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ આત્મહત્યા કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.