ETV Bharat / city

મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ બન્યા 'આત્મનિર્ભર', સારવારની સાથે કરે છે આ કામ - મેન્ટલ હોસ્પિટલ ઓક્યૂપેશન થેરાપી વિભાગ

વડોદરામાં માનસિક આરોગ્યની હોસ્પિટલના દર્દીઓ (Patients of Vadodara Mental Hospital) ઘરમાં ઉપયોગી વિવિધ વસ્તુઓ બનાવી (Activity of mentally unstable patients) રહ્યા છે. દર્દીઓને પ્રવૃત્તિમય રાખવા માટે તેમને વિવિધ કામની સોંપણી કરવામાં આવે છે. ત્યારે જાણીએ કે દર્દીઓ આ બધી વસ્તુઓ બનાવતા કઈ રીતે શિખ્યા અને કઈ કઈ વસ્તુઓ તેઓ (Patients work with treatment) બનાવે છે.

મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ બન્યા 'આત્મનિર્ભર', સારવારની સાથે કરે છે આ કામ

author img

By

Published : Jul 14, 2022, 2:57 PM IST

વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં મુક્તાનંદ સર્કલ પાસે માનસિક આરોગ્ય હોસ્પિટલ આવેલી છે. અહીં દર્દીઓ (Patients of Vadodara Mental Hospital) પોતાની સારવારની સાથે સાથે અનેક ઘર ઉપયોગી વસ્તુઓ (Activity of mentally unstable patients) પણ બનાવે છે. તેમણે બનાવેલી આ વસ્તુઓને બજારભાવ કરતાં નજીવી કિંમતે વેંચવામાં આવે છે. આ ઉપરાંત દર્દીઓ સામાન્ય ગ્રાહક સાથે સોસાયટીઓ, NGO અને ખાનગી કંપની દ્વારા ઓર્ડર પર વસ્તુઓ તેમ જ પોતાની શક્તિ અનુસાર લેબર વર્ક પણ કરી આપે છે. એટલે તેમની સારવારની સાથે આર્થિક ઉપાર્જન અને સમાજને ઉપયોગી વસ્તુઓ વાજબી (Patients work with treatment) ભાવે મળી રહે છે.

મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ બનાવે છે વિવિધ ચીજ વસ્તુઓ - શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી માનસિક આરોગ્યની આ હોસ્પિટલ એવો શબ્દ સાંભળતા બધાને પહેલો જ વિચાર આવે છે કે, અસ્થિર મગજના લોકોને રહેવાની જગ્યા છે. પરંતુ જો તમે અહીંના ઓક્યૂપેશનલ થેરાપી વિભાગની મુલાકાત લેશો. તો તમને ખબર પડશે કે, કોઈ માસ્ક બનાવી રહ્યું છે. તો કોઈ ઓશિકા, તો કોઈ ગાદલા બનાવી રહ્યું છે તો કોઈક કી-કિચન. કોઈક મોબાઈલ સ્ટેન્ડ બનાવી રહ્યું છે. તો કોઈક નાઈટ લેમ્પની પોલિસીંગ કરીને રંગ ચડાવી રહ્યા છે. તો કોઈ ફિનાઈલ, સાવરણા-સાવરણી, હેન્ડવોશ (Activity of mentally unstable patients) બનાવી રહ્યા છે.

નજીવી કિંમતે થાય છે વસ્તુનું વેચાણ

ખાસ ટ્રેનર માર્ગદર્શન આપે છે - આ તમામ વસ્તુઓ માનસિક રીતે અસ્વસ્થ લોકો એક ખાસ ટ્રેનરના માર્ગદર્શન હેઠળ કરતા હોય છે. આ કામ માનસિક અસ્થિર હોવા છતાં દર્દીઓ એટલું ચોકસાઈપૂર્વક કરતા હોય છે કે, તેમને જોઈને કોઈ કહી શકે કે, આ લોકો આવી બીમારીથી પીડાતા હશે.

સ્ટોલના માધ્યમથી વસ્તુ ખરીદી શકાય છે - સોસાયટી કે સંસ્થાઓ હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવતી 28થી પણ વધુ ચીજવસ્તુઓ માટે ઓર્ડર આપવામાં આવે છે. આ સિવાય જેટલી વસ્તુઓ તૈયાર હોય છે. તે હોસ્પિટલ બહાર સ્ટોલ પરથી મેળવી શકે છે. આ ઉપરાંત જો કોઈ સંસ્થા કે સોસાયટી પોતાનું મટિરીયલ આપે તો માત્ર લેબર ચાર્જ લઈને પણ દરજી કામ સહિતની વસ્તુઓ બનાવી આપે છે.

5 લાખ રૂપિયા સુધીની વસ્તુઓનું થાય છે ઉત્પાદન

દર્દીઓને ખરાબ વિચાર ન આવે માટે સોંપાય છે કામ - મેન્ટલ હોસ્પિટલના ઓક્યૂપેશન થેરાપી વિભાગમાં (Mental Hospital Occupational Therapy Department) ફરજ બજાવતાં ડોક્ટર કૃતિકા પટેલે જણાવ્યું હતું કે, અમારે ત્યાં માનસિક રીતે અસ્થિર હોય તેવા દર્દીઓ સારવાર માટે (Patients work with treatment) આવતા હોય છે, જેથી તેમની ટ્રિટમેન્ટ માટે ઑકેશન થેરાપી વિભાગ સૌથી મહત્વનું બને છે. હોસ્પિટલમાં દર્દીઓ સતત કામમાં પ્રવૃત રહે તે ઘણું મહત્વનું છે. કારણ કે, કામ કરવાના કારણે તેમના મગજમાં આવતા ખરાબ વિચારો નિયંત્રિત રહે છે. જેથી તેમની માનસિક સ્થિતિમાં સુધારો થાય છે.

સ્ટોલના માધ્યમથી વસ્તુ ખરીદી શકાય છે
સ્ટોલના માધ્યમથી વસ્તુ ખરીદી શકાય છે

નજીવી કિંમતે થાય છે વસ્તુનું વેચાણ - ડોક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, અહીં આવા દર્દીઓને તેમને મનગમતા વિવિધ કામોમાં પ્રવૃત્તિ (Activity of mentally unstable patients) રાખવામાં આવે છે, જેમાં લગભગ એક દર્દી મહિને 500થી 1,000 રૂપિયા સુધીનું કામ કરે છે. આ રૂપિયા દર્દીએ તેના મનગમતું કંઈ જમવું હોય કોઈ વસ્તુ લેવી હોય. શૂઝ, કપડા કે અન્ય ચીજવસ્તુઓ માટે ખર્ચવામાં આવે છે. મેન્ટલ હોસ્પિટલના સ્ટોરમાં વેચવામાં આવતી વસ્તુ બજારકિંમત કરતા નજીવી કિંમતે વેચવામાં આવે છે.

મેન્ટલ હોસ્પિટલના દર્દીઓ બનાવે છે વિવિધ ચીજ વસ્તુઓ

આ પણ વાંચો- International Yoga Day 2022: અરે વાહ..આ રીતે બાઇક પર બેસીને કર્યો યોગ

5 લાખ રૂપિયા સુધીની વસ્તુઓનું થાય છે ઉત્પાદન - ડોક્ટર કૃતિકા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મહિલા અને પુરૂષો માટે જુદા જુદા વિભાગો છે. બંને વિભાગમાં મળીને કુલ 60થી 70 દર્દીઓ અત્યારે કામ કરે છે. હોસ્પિટલના દર્દીઓ દ્વારા વર્ષે 4થી 5,00,000 રૂપિયાની કિંમતની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં ખાનગી કંપનીઓ અને અન્ય હોસ્પિટલો બેડશીટ, પેશન્ટ માટે ઓપરેશન સમયે પહેરવામાં આવતા ગાઉન બનાવવામાં આવે છે. કોરોના કાળમાં સસ્તા ભાવે માસ્ક બનાવવામાં (Activity of mentally unstable patients) આવ્યા હતા. જ્યારે હોસ્પિટલમાંથી સાજા થઈને ગયેલા દર્દીઓ દરજી કામ અને સુથારી કામ પણ કરતા હોય છે. દરજીકામ માટે સાજા થઈને ગયેલા દર્દીઓને સરકાર તરફથી સિલાઈ મશીનની સહાય મળે તે માટે હોસ્પિટલ દ્વારા મદદ કરાય છે.

આ પણ વાંચો-Charcoal Painting Artist: કોરોના કાળમાં નોકરી છૂટી તો માનસિક તાણે બહાર લાવ્યો ઉમદા ચિત્રકાર

વસ્તુઓ અને તેની કિંમત - હેન્ડ વોશ 100 રૂપિયા પ્રતિ લિટર, ફિનાઈલ 16 રૂપિયા પ્રતિ લિટર, સાવરણો 33 રૂપિયા, સાવરણી 66 રૂપિયા, ડોરમેટ 102 રૂપિયા, મેટ્રેસ રિકોન 5 કિલો વજનના 1,432 મેટ્રેસ રીકોન, 6 કિલો વજનના 1691 રૂપિયા, મેટ્રેસ કવર 605 રૂપિયા, પીલો કવર 59 રૂપિયા, પિલો રેકોર્ન 700 ગ્રામ વજનના 202 રૂપિયા, પિલો રેકોર્ન 500 ગ્રામ વજનના 155 રૂપિયા, માસ્ક સિંગલ લેયર 12 રૂપિયા, માસ્ક ત્રિપલ લેયર 25 રૂપિયા, બેબી ટેગ 3 રૂપિયા, બેડશીટ 281 રૂપિયા, કેપ (ટોપી) 25 રૂપિયા સાથે જ ઓટી ડ્રેસ, ચેરશીટ કવર, ગાઉન, ડો ઓટી ગાઉન, પ્લેન ટોવેલ તમામ સાઈઝ પ્રમાણે ભાવ લેવામાં આવે છે. આ તમામ ચીજવસ્તુ કોઈ પણ વ્યક્તિ ખરીદી કરી શકે છે અને તમામ ચીજવસ્તુ બજાર કિંમત કરતા ખૂબ નજીક કિંમતે ઉપલબ્ધ હોય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.