વડોદરા શહેરમાં ઓનલાઈન વેબસાઈટ પરથી લગ્ન કરનારી મહિલાને 6 વર્ષ ખબર (ONLINE MATRIMONY SITES FRAUD) પડી હતી કે, તેનો પતિ તો સ્રી છે. જોકે, આ કેસમાં રોજરોજ નવા વળાંક આવી રહ્યા છે. ત્યારે આ મામલે આરોપી પતિ (accused of marriage fraud) સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં (Gotri Police Station) ફરિયાદ નોંધાઈ છે. જોકે, હવે પોલીસ સામે પ્રશ્ન એ ઊભો થયો છે કે, આરોપીને સ્ત્રી ગણવી કે પછી પુરૂષ ગણવો. એટલે પોલીસ મેડિકલ અભિપ્રાય માટે 2 દિવસથી સિવિલ હોસ્પિટલમાં પ્રોસિજર કરી રહી છે.
દિલ્હીથી આરોપીની થઈ હતી અટકાયત આપને જણાવી દઈએ કે, વડોદરાના મહિલાએ ઓનલાઈન વેબસાઈટ પરથી (ONLINE MATRIMONY SITES FRAUD) દિલ્હીના ડો. વિરાજ સાથે લગ્ન કર્યા હતા. આખરે 6 વર્ષ પછી જાણ થઈ હતી કે, વિરાજ તો એક સ્ત્રી છે અને તેનું સાચું નામ વિજેતા છે. ત્યારબાદ યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તો આ મામલે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં (Gotri Police Station) આરોપી સામે ફરિયાદ (accused of marriage fraud) નોંધવામાં આવી હતી. એટલે ગોત્રીના (Gotri Police Station) PI કે. કે. જાદવે આરોપીની દિલ્હીથી અટકાયત કરી હતી.
પોલીસ લઈ રહી છે વકીલોની સલાહ શહેરની મહિલા સાથે લગ્ન કરનારા સામે પોલીસ અસમંજસમાં મૂકાઈ ગઈ છે. આરોપીની (accused of marriage fraud) જાતીય તપાસ માટે પોલીસ માટે પડકાર ઊભો થયો છે, જેમાં હાલમાં પોલીસ દ્વારા વકીલોની પણ સલાહ લેવામાં આવી રહી છે. આખરે પ્રાથમિક અભિપ્રાય બાદ ગોત્રી પોલીસે (Gotri Police Station) ડો. વિરાજની સત્તાવાર રીતે ધરપકડ કરી છે. હાલ પુરતો તેને પુરૂષ તરીકે દર્શાવવામાં (vadodara crime news) આવશે.
પોલીસ દ્વારા ધરપકડ બાદ કાર્યવાહી હાલમાં પોલીસે આરોપી (accused of marriage fraud) ડો. વિરાજને પુરૂષ તરીકે દર્શાવ્યો છે અને તેની સત્તાવાર ધરપકડ કરી છે. જોકે, અત્યારે તબીબી અભિપ્રાયની કોર્ટને જાણ કરવામાં આવશે. પોલીસ દ્વારા ટ્રાન્સજેન્ડર માટે સર્જરીની વિગતો મેળવવા તેમ જ અન્ય સબંધીઓની તપાસ માટે રિમાન્ડની તજવીજ આરંભવામાં આવી છે. હવે આ કિસ્સામાં ક્યાં પ્રકારે કાર્યવાહી થાય છે. તે તો હવે કોર્ટમાં સુનાવણી બાદ જ કહી શકાય તેમ છે.