વડોદરા: શહેરમાં વધી રહેલા કોરોનાના કેસો (Corona Cases in Vadodara)ને ધ્યાનમાં રાખી પાલિકાના હદ વિસ્તારોમાં ધન્વંતરી રથમાં વધારો કરાયો છે. સાથે 368 જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ છે. તો ડોર ટુ ડોર સર્વે (Vadodara Door to Door Survey) કરવા માટે બનાવવામાં આવેલી 716 ટીમો દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે.
ધન્વંતરી રથની સંખ્યા વધારી 34 કરાયા
વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation)નું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યુ છે. ગઈકાલે વડોદરામાં 281 કોરોનાના કેસ નોંધાયા હતા, ત્યારે મહાનગરપાલિકાએ 14 ધન્વંતરી રથની સંખ્યા વધારીને 34 કરવામાં આવ્યામાં આવી છે. જે ધન્વંતરી રથ લોકોના ઘરે ઘરે જઈ સ્કેનિંગ કરી રહ્યા છે. ધન્વંતરી રથમાં વધારો કરી રોજના 5000 લોકોનું સ્કેનિગ કરવામાં આવી રહ્યું છે.
68 સંજીવની ટીમો પણ કાર્યરત
મહાનગરપાલિકા દ્ધારા હોમ આઈસોલેશનમાં રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ઘરે જઈને સારવાર આપી સારસંભાળ લેવા 68 જેટલી સંજીવની ટીમો કાર્યરત કરાઈ છે. જે પોઝિટિવ દર્દીઓની મુલાકાત લીધા પછી ભૂતકાળની પરંપરા મુજબ રોજબરોજ ત્યાર બાદ ટેલિફોનિક સલાહ-સૂચનો આપી રહી છે. એટલું જ નહીં , તાકીદે જરૂર ઉભી થાય તો તેવા કિસ્સામાં વખતોવખત રૂબરૂ મુલાકાત લઈ સારસંભાળ પણ રાખે છે.
716 ટીમે ડોર ટુ ડોર સર્વે હાથ ધર્યો
મ્યુનિ. કમિશ્નર શાલિની અગ્રવાલના આદેશ બાદ મહાનગરપાલિકાની 716 ટીમોએ અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરી છે. આજથી આ કામગીરી એક સપ્તાહ સુધી ચાલશે. જેમાં જરૂર લાગે તે વ્યક્તિના તાત્કાલિક કોવિડ ટેસ્ટ (Covid test in Vadodara) કરવામાં આવી રહ્યા છે.
ટેસ્ટિંગ કરી સંતોષ માનતું મહાનગરપાલિકાનું તંત્ર !
મહાનગરપાલિકાના તંત્ર દ્વારા માત્ર ટેસ્ટ કરવું જ અનિવાર્ય હોય એવું લાગી રહ્યું છે. કારણ કે, મહાનગરપાલિકાએ JET એટલે કે, પોલીસ સાથે મળી જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ બનાવી હતી. જો કે, આ ટીમ ક્યાંય પણ કાર્યરત નજરે પડતી નથી, ત્યારે શું આ ટીમનું ગઠન માત્ર કાગળ પર બતાવવા પૂરતું જ કરાયું છે તેવા સવાલ ઉભા થયા છે.
આ પણ વાંચો:
Gujarat Corona Update: આજે રાજ્યમાં 5396 કેસ નોંધાયા, જાણો તમારા વિસ્તારની પરિસ્થિતિ એક ક્લિકમાં
Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યું રાજ્યમાં લોકડાઉનની જરૂર પડશે નહીં