વડોદરા: MS યુનિવર્સિટીમાં (Vadodara City Bus Accident) ભણતી સુરતની વિદ્યાર્થિનીને પૂરપાટ જતી વીટકોસ સિટી બસ (vitcos city bus vadodara)ના ડ્રાઇવરે 3 દિવસ અગાઉ કચડી નાંખતા મોત નીપજ્યું હતું. આ બનાવમાં મૃતક યુવતીના પરિવારને વિટકોસ સંચાલકો દ્વારા કોઇ આર્થિક સહાય નહીં ચૂકવાતાં MS યુનિવર્સિટી (ms university vadodara)ના NSUI દ્વારા વીટકોસ સંચાલકને આવેદન પત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો હતો અને વળતરની માંગણી કરી હતી. ત્યારબાદ આજે જૂના વિટકોસ સ્ટેન્ડ નજીક NSUIના (NSUI Protest At Vadodara) કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ બસ રોકી દેખાવો સાથે હોબાળો મચાવી રોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: Vadodara Murder Case : બ્રાહ્માનગરમાં થયેલી હત્યાનો આરોપી જાહેરમાં આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા
5 વિદ્યાર્થીની અટકાયત કરી- NSUI દ્વારા બસો રોકીને ચક્કાજામ કરતા પોલીસે આવીને તેઓને આંદોલન નહીં કરવાની ફરજ પાડતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ (Clashes between police and students in Vadodara) થયું હતું. આખરે પોલીસે 5 વિદ્યાર્થીની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. વડોદરાની MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી 24 વર્ષીય શિવાની સોલંકીને વિનાયક લોજિસ્ટકની સિટી બસના ડ્રાઇવરે કચડી નાંખતા મોત નિપજાવ્યું હોવાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાઇ છે. આ અંગે સુરત ખાતે રહેતા મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ બસ ડ્રાઇવર સામે આક્રોશ દાખવ્યો હતો. જ્યારે બીજી બાજુ MS યુનિવર્સિટીના NSUIના વિદ્યાર્થીઓએ મૃતકના પરિવાર માટે વળતરની માંગણી શરૂ કરી હતી.
આ પણ વાંચો: Vadodara murder case: વડોદરામાં ઝઘડાના સમાધાન બાદ હત્યા, CCTV મળ્યાં
જનમહલ ખાતે ભારે હોબાળો મચાવ્યો- આ દરમિયાન વીટકોસ લોજિસ્ટક લિમિટેડના સંચાલકે પણ ડ્રાઇવરની ભૂલ હોવાનું જાહેરમાં સ્વીકાર્યુ ઉપરાંત ડ્રાઇવરને સસ્પેન્ડ કરી દેવાયો છે. જ્યારે બીજી બાજુ મૃતક (Vadodara road accidents)ના પરિવારને આર્થિક વળતરની તાત્કાલિક જાહેરાત અંગે NSUIના વિદ્યાર્થી કાર્યકરોએ ચીમકી આપી 24 કલાકની મુદ્દત પણ આપી દીધી છે. દરમિયાન વિદ્યાર્થીઓએ NSUIના નેજા હેઠળ આજે પુન: એકત્ર થઇ વિટકોસ સંચાલકને મૃતકના પરિવારને આર્થિક સહાય તાત્કાલીક આપવા આજે આવેદન પત્ર સુપરત કર્યુ હતું.
શું હતી સમગ્ર ઘટના? -ઉલ્લેખનીય છે કે, સુરતના અમરોલી ખાતે આવેલી શિવનગર સોસાયટીમાં રહેતી 24 વર્ષીય શિવાની રણજીતસિંહ સોલંકી વડોદરાની MS યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી હતી અને MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં કેમિસ્ટ્રી ઓફ માસ્ટરના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી. મંગળવારે નમતી બપોરે શિવાની સિટી બસ ડેપો (city bus accident in vadodara)માંથી બહાર નીકળી રહી હતી. તે દરમિયાન પાછળથી આવેલી બસે ટક્કર મારી હતી. જેમાં શિવાની ગંભીર રીતે ઇજા પામતા તુરંત જ તેને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.