વડોદરા- શહેરમાં આજથી 15 થી 18 વર્ષના વય જૂથના બાળકોને રસીકરણ આપવાનો પ્રારંભ કરાયો હતો. આ રસીકરણ કાર્યક્રમની શરુઆતે આજે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા જીપીએસ સ્કૂલમાં (Vaccination in Vadodara Schools 2022) કરવામાં આવી. શાળાના વેક્સિન સેન્ટર પર મેયર કેયૂર રોકડીયાની પુત્રી દિયા રોકડીયાને સૌપહેલી રસીકરણ (Vadodara Mayor Daughter Vaccinate ) આપવામાં આવી હતી. જ્યાં ડેપ્યૂટી મેયર નંદાબેન જોશી, મેયરના પત્ની શ્રેયા રોકડીયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
શહેરમાં 79 વેક્સિન સેન્ટર બનાવાયાં
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે હાલ શહેરમાં 79 રસીકરણ સેન્ટરો પર બાળકોને રસીકરણ (Vaccination in Vadodara Schools 2022) અપાશે. શહેરના કુલ 96,600 બાળકોને ચાર દિવસમાં રસીકરણ કરી દેવાનો લક્ષ્યાંક છે. જેમાં આજે એક જ દિવસમાં 20,000 બાળકોને રસીકરણ આપવાનો લક્ષ્યાંક છે.
આ પણ વાંચોઃ દેશમાં આજથી કોરોના રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ, રાજ્યોએ તૈયાર કર્યો એક્શન પ્લાન
શાળાએ ન જતાં બાળકો માટે આ વ્યવસ્થા છે
જે બાળકો શાળાએ નથી આવતાં તે અર્બન હેલ્થ સેન્ટર પર જઈ રસીકરણ (Vaccination Drive Gujarat 2022) મેળવી શકશે. ઉલ્લેખનીય છે કે ચાર દિવસમાં જ 96,600 બાળકોને રસીકરણ કરવાનો લક્ષ્યાંક તો છે પરંતુ કેટલા બાળકોને તેમના વાલીઓ રસીકરણ અપાવે છે તે તો આગામી દિવસમાં જ ખબર પડશે.
આ પણ વાંચોઃ Children Vaccination Junagadh: આજથી રાષ્ટ્રવ્યાપી કોરોના વેક્સિનેશન ડ્રાઇવનો થયો પ્રારંભ