ETV Bharat / city

Theft in Vadodara: વડોદરામાં પુત્રીની બહેનપણીના ઘરે જ યુવતીએ હાથ સાફ કર્યા, એક ભૂલના કારણે થઈ ધરપકડ - Vadodara Police arrested Theft Accused

વડોદરામાં મહિલાએ પુત્રીની જ બહેનપણીના ઘરે ચોરી કરી હોવાની ઘટના સામે (Theft in Vadodara) આવી છે. જોકે, વડોદરા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ ચોરીમાં નવા ખૂલાસા થાય તેવી શક્યતા છે. આ કેસમાં હવે 2 ગુના નોંધાયા છે.

Theft in Vadodara: વડોદરામાં પુત્રીની બહેનપણીના ઘરે જ યુવતીએ હાથ સાફ કર્યા, એક ભૂલના કારણે થઈ ધરપકડ

author img

By

Published : Feb 28, 2022, 3:40 PM IST

વડોદરાઃ શહેરમાં પુત્રીની જ બહેનપણીના ઘરે ચોરી કરનારી મહિલાની ધરપકડ (Vadodara Police arrested Theft Accused) કરવામાં આવી હતી. આ મહિલાએ પોતાની જ પુત્રી, પુત્ર અને મિત્ર સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

વડોદરામાં પૂત્રીની બહેનપણીના ઘરે જ યુવતીએ હાથ સાફ કર્યા

વાઘોડિયાના આમોદર ગામમાં થઈ ચોરી

આ અંગે મળતી માહિતી અનુસાર, વાઘોડિયા તાલુકાના આમોદર ગામમાં (Theft in Amodar village of Vaghodia) રહેતી વિદ્યાર્થિનીના ઘરમાં 25 લાખની ચોરી થઈ હતી. આ કેસમાં તપાસ કરતા વિદ્યાર્થિનીની જ સહેલીની માતા, ભાઈ અને માતાના મિત્રએ આયોજનપૂર્વક 25 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ચોરી કરી ગયા હોવાનું (Vadodara Police arrested Theft Accused) સામે આવ્યું હતું. વડોદરા પોલીસે 2 મહિલા સહિત 4 આરોપીઓને 24.86 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

આ પણ વાંચો- Vehicle theft In Chhota Udepur: છોટાઉદેપુર પોલીસને ચોરીના 28 વાહનો ઝડપવામાં મળી સફળતા, એકની ધરપકડ

આરોપીના અમદાવાદના ઘરેથી પોલીસનો ડ્રેસ પણ મળી આવ્યો

આરોપીઓના અમદાવાદના ચાંદખેડા ખાતેના ઘરે તપાસ કરાતા એરગન સહિત ચોરી કરેલા પોલીસનો ડ્રેસ પણ મળી આવ્યો હતો. તેને લઈને ચાંદખેડામાં અલગથી ગુનો નોધાયો છે. આમાં મહિલા આરોપી પોલીસના નામે પરિચય કેળવીને ચોરી કરતાં હોવાનું સામે (Vadodara Police arrested Theft Accused) આવ્યું છે.

એક ભૂલના કારણે આરોપીઓ ઝડપાયા
એક ભૂલના કારણે આરોપીઓ ઝડપાયા

આ પણ વાંચો- Surat theft case: સુરતના લીંબાયતમાં ચોરી કરનાર આરોપી કાકાનો દીકરો જ નીકળ્યો

ફરિયાદી યુવતી અમદાવાદ જતા ચોરીનો પ્લાન બનાવ્યો

ફરિયાદી યુવતી મૂળ છોટાઉદેપુરના ઢોકલિયા ગામની વતની છે. વાઘોડિયાના આમોદર ગામ (Theft in Amodar village of Vaghodia) પાસેની શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં રહેતી પ્રેરણા શાહ વડોદરાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ તમામ આરોપીઓ પ્રેરણા શાહની સહેલીના પરિવારજનો છે. પ્રેરણા શાહની સહેલી ધૃવિષા પટેલ સાથે રહે છે. ધૃવીષા પટેલ વતનમાં ગઈ તે જ દિવસે પ્રેરણા પણ તેની સહેલી યુક્તા ગઢવીના ઘરે અમદાવાદ ગઈ હતી. અમદાવાદ ગયા પછી સહેલી યુક્તાની માતા નીલમ ગઢવીએ પોતાની દીકરી યુક્તા, પૂત્ર સિદ્ધાર્થને ફરવા માટે મોકલી દીધા હતા. દીકરીની સહેલીના ઘરે ચોરી કરવા આરોપી નીલમ ગઢવી અને તેના મિત્ર શૈલેષ કેશાભાઈ પટેલ આમોદર પ્રેરણાના ઘરે આવી પહોંચ્યા હતા. અહીં સોસાયટીમાં કોઈ જુએ નહીં તે રીતે પ્રેરણાના ઘરમાં 25 લાખની ચોરી કરી (Theft in Amodar village of Vaghodia) હોવાનું સામે આવ્યું છે.

એક ભૂલે આરોપીઓની પોલ ખોલી નાખી

આ આરોપીના પરિવારે ચોરી કર્યા બાદ એક એવી ભૂલ કરી કે, જેનાથી તમામ લોકો ગિરફતમાં આવી ગયા. પ્રેરણાને તેની મિત્રએ ફોન કરીને જણાવ્યું કે, આરોપી યુક્તાના મોબાઈલ ફોનના સ્ટેટસમાં ખાનગી કંપનીનો ફોલ્ડ થ્રી મોબાઈલ ન્યૂ એડેડ એમ લખીને મૂક્યો છે. આ સમાચાર મળતા તપાસ કરી ખાતરી કરતા આ મોબાઈલ આરોપી માતાનો હોવાનું જણાઈ આવ્યું હતું. સાથે એવી પણ શંકા ગઈ કે, ઘરમાં થયેલી ચોરી સહેલી યુક્તા તેની માતા નીલમ ગઢવી તેના ભાઈ સિદ્ધાર્થે કરી છે. આથી પ્રેરણાએ પોતાની સહેલી યુક્તા ગઢવી તેની માતા, ભાઈ અને સહેલીની માતાના મિત્ર સામે ફરિયાદ નોંધાવતા હકીકતો સામે આવી હતી. અને ત્યારબાદ આરોપીઓની ધરપકડ (Vadodara Police arrested Theft Accused) કરવામાં આવી હતી. ત્યારે આરોપીના ઘરેથી મળી આવેલા પોલીસ ડ્રેસ બાબતે અનેક લોકોને ડરાવી પૈસા પડાવી કે લૂંટ કરી અથવા આવા જ પ્લાનિંગથી અનેક ચોરીઓ કરી હોવાની આશંકા પોલીસે વ્યક્ત કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.