2019માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં MSUના પરીક્ષા વિભાગ પાસે 645 માર્કશીટો ચકાસણી માટે આવી હતી.આ પૈકીની 20 માર્કશીટો બોગસ હોવાનું બહાર આવ્યું છે.
પરીક્ષા વિભાગના જણાવ્યા અનુસાર ભારતની કે અન્ય દેશોની યુનિવર્સિટી કે કોલેજમાં ભણવા જતા કે નોકરી મેળવવા એપ્લાય કરતા વિદ્યાર્થીઓની માર્કશીટો વેરિફિકેશન માટે યુનિ.ના પરીક્ષા વિભાગ પાસે આવે છે. વેરિફિકેશન બાદ પરીક્ષા વિભાગ જે-તે સંસ્થાને માર્કશીટ સાચી છે કે ખોટી તેની જાણકારી આપી છે. જો માર્કશીટ બોગસ હોય તો સંસ્થાને અને પોલીસને પણ જાણ કરાય છે.
બોગસ માર્કશીટના કૌભાંડો વધી ગયા બાદ છેલ્લા કેટલાક વર્ષોથી માર્કશીટની સુરક્ષાને લઈને ઘણા ફેરફાર કરાયા છે. માર્કશીટ પર હોલોગ્રામ લગાવાય છે. જેથી હવે યુનિવર્સિટીની માર્કશીટની નકલ કરવું મુશ્કેલ બની ગયું છે. બોગસ માર્કશીટ વેરિફિકેશનમાં ઓળખાઈ જાય છે પણ તે માટે સતત કામગીરી કરવી પડે છે અને કર્મચારીઓને તેમાં રોકાઈ રહેવુ પડે છે.