ETV Bharat / city

ગોત્રી GMERS હોસ્પિટલ બિલ્ડીંગના કાંચનું એલિવેશન પલક ઝપકતા તૂટી પડ્યું - tauktae cyclone

રાજ્યભરમાં કોરોનાની અતિ પરિસ્થિતિ સર્જાઇ છે. તેવામાં તૌકતે વાવાઝોડાએ સમગ્ર રાજ્યને ફરી એક વખત હચમચાવી નાખ્યું છે. વાવાઝોડાના કારણે ફુંકાતા ભારે પવન સાથે વરસાદના કારણે અનેક શહેરો અને જિલ્લાઓમાં તબાહી મચી ગઈ છે. તેવામાં વહેલી સવારથી તૌકતે વાવાઝોડાની અસર શહેરમાં જોવા મળી રહીં છે. ભારે પવન ફુંકાતા ગોત્રી GMERS હોસ્પિટલની બિલ્ડીંગના કાંચનું એલીવેશન ધડાકાભેર તૂટીને નર્સ ઉપર પડતા નર્સ ઈજાગ્રસ્ત થઈ હતી.

હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ઉપર કાંચુ એલિવેશન પડતા ઇજાગ્રસ્ત થઇ હતી

author img

By

Published : May 18, 2021, 7:08 PM IST

Updated : May 18, 2021, 8:23 PM IST

  • ગોત્રી GMERS હોસ્પિટલને ડેડિકેટડ કોવિડ હોસ્પિટલ કરવામાં આવી જાહેર
  • ભારે પવન ફુંકાતા હોસ્પિટલની બિલ્ડીંગના કાંચનું એલીવેશન ધડાકાભેર તૂટી નીચે પડ્યું
  • હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ ઉપર કાંચુ એલિવેશન પડતા ઇજાગ્રસ્ત થઇ હતી
  • સમયસુક્તા વાપરી તાત્કાલીક દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડ્યા

વડોદરા: ગોત્રી GMERS હોસ્પિટલના સાતમાં માળે કાંચનુ એલિવેશન અચાનક તૂટી પડતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. હોસ્પિટલના વોર્ડની એક તરફનુ કાંચનું એલિવેશન દર્દીના બેડ ઉપર જ પડ્યું હતું. જ્યારે બીજી તરફનો ભાગ આંખના પલકારે તૂટી પડ્યો હતો.

આ પણ વાંચો: ભાવનગરથી જૂઓ ગ્રાઉન્ડ રિપોર્ટ: જિલ્લામાં વાવાઝોડાની તબાહી, પિતા-પુત્રીના મોત; તો વૃક્ષો-થાંભલા ધરાશાઈ

કોરોનાની આફત વચ્ચે તૌકતે વાવાઝોડાની તબાહ

શહેરની ગોત્રી GMERS હોસ્પિટલને ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે. સયાજી હોસ્પિટલ બાદ સૌથી વધુ કોરોનાના દર્દીઓને અહીં સારવાર આપવામાં આવી રહીં છે. જેથી દર્દીઓ તેમના સગા અને ડોકટર સહિત નર્સિંગ સ્ટાફ 24 કલાક ખડે-પગે દાખલ દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. કોરોનાની આફત વચ્ચે તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. ત્યારે ભારે પવનના કારણે ગોત્રી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત પણ કફોડી બની છે.

ગોત્રી GMERS હોસ્પિટલ બિલ્ડીંગના કાંચનું એલિવેશન પલક ઝપકતા તૂટી પડ્યું

આ પણ વાંચો: ચીનમાં કોરોના કેર બાદ પૂરથી તબાહી, 141ના મોત, 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત

દુર્ઘટનામાં એક નર્સ ઇજાગ્રસ્ત

તૌકતે વાવાઝોડાના કારણે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગોત્રી હોસ્પિટલના સાતમાં માળે લાગેલુ કાંચનું એલિવેશન પલક ઝપકતાની વારમાં તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં એક નર્સ ઇજાગ્રસ્ત થઇ હતી. જો કે દુર્ઘટના સમયનો વિડિઓ સામે આવતા જોઇ શકાય છે કે, કાંચના એલિવેશનનો એક ભાગ વોર્ડની અંદરની તરફ દર્દીના ખાટલા ઉપર પડ્યો હતો. જો કે એલિવેશન દિવાલથી છુટ્ટું પડતા હોસ્પિટલ સ્ટાફે સમયસુચકતા વાપરી તાત્કાલીક દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દીધા હતા. હજી તો હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી રહ્યો હતો ત્યાં, તો કાંચના એલિવેશનનો લટકી પડેલો ભાગ પલક ઝપકતાની સાથે તૂટી નીચે પડ્યો હતો.

Last Updated : May 18, 2021, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.