ETV Bharat / city

દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો અચોક્કસ મુદ્દત સુધી બંધ કરવાનો નિર્ણય - TEMPLE ARE CLOSE DURE TO INCREASE CORONA

વડોદરા શહેરમાં વધી રહેલા કોરોનાને પગલે રાજવી પરિવાર સાથે સંલગ્ન દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિર અચોક્કસ મુદ્દત માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો અચોક્કસ મુદ્ત સુધી બંધ કરવાનો નિર્ણય
દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો અચોક્કસ મુદ્ત સુધી બંધ કરવાનો નિર્ણય
author img

By

Published : Apr 2, 2021, 7:35 PM IST

  • વડોદરા શહેરની હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા
  • OSD ડૉક્ટર વિનોદ રાવે સયાજી હોસ્પિટલ ખાતે ડૉકટરો સાથે મીટીંગ કરી
  • ડૉક્ટર વિનોદ રાવ હોસ્પિટલની મુલાકાત લઈને ICU બેડ વધારવાનો પણ નિર્ણય

વડોદરા : શહેરમાં કોરોનાનો કહેર વર્તાઇ રહ્યો છે, ત્યારે વડોદરાના રાજવી પરિવાર સાથે સંલગ્ન દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો અચોક્કસ મુદ્ત સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં બહુચરાજી મંદિર, ખંડેરાવ મંદિર, પંચમુખી હનુમાનજી મંદિર, દત્ત મંદિર, તારકેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરની બહાર જાહેર સૂચનાનું બોર્ડ મારી દેવામાં આવ્યું છે.

મંદિરને તાળા મારીને મંદિરની બહાર સૂચનાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું

વડોદરાના રાજવી પરિવાર સાથે સંલગ્ન દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત તમામ મંદિરો 1 એપ્રિલથી અચોક્કસ મુદત સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કારેલી બાગ ખાતે બહુચરાજી મંદિર ખંડેર મંદિર કાલાઘોડા ખાતે આવેલા પંચમુખી હનુમાનજી મંદિર જગત મંદિર અને તારકેશ્વર મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરને તાળા મારીને મંદિરની બહાર સૂચનાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો : 21 દિવસના લોકડાઉનના કારણે વાપીના જલારામ મંદિરનો 22 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

કોરોનાનો કહેર વધતા તંત્ર દ્વારા મિટિંગોનો દોર શરૂ

શહેરમાં કોરાનો બેકાબૂ બન્યો છે. દિવસેને દિવસે કોરોનાની સંખ્યા વધી રહી છે. ત્યારે તંત્ર પણ ચિંતામાં મૂકાયું છે. વડોદરા શહેરની હોસ્પિટલમાં બેડ ફૂલ થઈ ગયા છે. ડૉક્ટર વિનોદ રાવ હોસ્પિટલની મુલાકાત લઈને ICU બેડ વધારવાનો પણ નિર્ણય લઇ રહ્યા છે. કોરોનાથી લોકોને કેવી રીતે બચાવી શકાય તેની સમીક્ષા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આજે શુક્રવારે OSD ડૉક્ટર વિનોદ રાવે સયાજી હોસ્પિટલ ખાતે ડૉકટરો સાથે મીટીંગ કરી હતી.

આ પણ વાંચો : સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવાયો

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.