- ઠગાઈનો ભોગ બનનારા લોકોને ન્યાય આપવામાં આવ્યો
- ગ્રાહક સુરક્ષા ભવને કોર્ટમાં કેસ દાખલ કરતાં 82 હજાર રૂપિયા પરત કરાવ્યા
- લોકો છેતરપીંડીનો ભોગ બને ત્યારે ગ્રાહક સુરક્ષા ભવનનો સંપર્ક કરવાની કરી વાત
વડોદરા: જિલ્લામાં રહેતા ગૌરાંગ પટેલે 2006માં ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની માંથી વીમો લીધો હતો. 2019માં ગૌરાંગ પટેલની પત્ની વૈશાલી પટેલને બેન્કર હોસ્પિટલમાં 25 જૂનથી 29 જૂન સુધી 7 દિવસ સારવાર માટે દાખલ કર્યા હતા. તેને રૂપિયા 1,06,400 ખર્ચો થયો હતો. ઈન્સ્યોરન્સ કંપનીએ ક્લેઈમ રૂપિયા 74,500 પાસ કર્યો હતો અને બીજા 87 હજાર પાસ કર્યા નહોતા. જેથી ગૌરાંગ પટેલ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા ભવનમાં પી. વી. મુરજાની ટ્રસ્ટી (વકીલ)ને મળ્યા. તે માટે નોટિસ આપી હતી. ન્યુ ઇન્ડિયા ઈનસ્યોરન્સનો 6 મહિના કેસ ચાલ્યા બાદ રૂપિયા 82,000 કોર્ટમાં મંજૂર કર્યા હતા. જેથી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા ભવનના કામગીરીથી ખુશ છે.
આ પણ વાંચો: ગ્રાહક અધિકાર દિવસ નિમિત્તે પાટણમાં સેમિનાર યોજાયો
જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા ભવનના પી. વી. મુરજાની 34 વર્ષથી વકિલાત કરે છે.
જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા ભવન નામચીન લોકો સામે તેઓ કેસ જીત્યા છે અને જે લોકો ભોગ બન્યા છે એ લોકોને ન્યાય પણ આપ્યો છે. વડોદરા શહેરમાં 1993માં સુરસાગર ખાતે હોડી પલટી ગઈ હતી. તે વખતે 22 લોકો ડૂબી ગયા હતા. તેમાં 17 લોકોએ જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા ભવનમાં મળ્યા હતા અને કોર્પોરેશનની સામે ફરિયાદ કરી હતી. આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા હતા અને 2001માં 1 કરોડ 40 લાખ 17 ફરિયાદીને આપ્યા હતા. અનેક નામચીન કેસો જાગૃત નાગરિક દ્વારા સુરક્ષા ભવનના પી.વી. મુરજાણીએ કર્યા છે.
આ પણ વાંચો: સુરતમાં ગ્રાહક સુરક્ષા કચેરીમાં 151માંથી 108 ફરિયાદનું નિવારણ
સરકારના નવા કાયદાથી ભોગ બનનારને ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફાયદો
જાગૃત નાગરિક સુરક્ષા ભવનના પી.વી. મુરજાણીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નવા જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં હવે એક કરોડ રૂપિયા સુધીની ફરિયાદ હશે તો વડોદરા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરવામાં આવશે. 10 કરોડથી વધુની ફરિયાદ હશે તો અમદાવાદમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે. જ્યારે પહેલા એક કરોડથી વધુની ફરિયાદ હોય તો અમદાવાદમાં જવું પડતું હતું અને ગ્રાહકોને ધક્કા ખાવા પડતા હતા પણ જ્યારે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે ત્યારે ભોગ બનનારે દિલ્હી સુધી જવું નહીં પડે. લોકો જ્યારે આવી છેતરપીંડીનો ભોગ બને ત્યારે ગ્રાહક સુરક્ષા ભવનનો સંપર્ક કરવાની પણ વાત કરી હતી.