ETV Bharat / city

ડભોઈ પંથકમાં તસ્કરોનો આતંક ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

ડભોઇ મહુડી ભાગોળ વિસ્તાર બહાર આવેલ જોહરાપાર્ક વિસ્તારમાં ગત રાત્રીના અજાણ્યા ઇસમો દ્વારા એક એક્ટિવા અને એક બાઇક ની ઉઠાતરી કરી નાસી છૂટયા હતા.જોકે એકટીવા લઈ જતાં ત્રણ ઇસમો ત્યાંની એક દુકાન ના સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થઈ ગયા હતા.બાઇકના માલીક દ્વારા પોલીસ ફરીયાદ કરતાં પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા ચક્રોગતીમાન કર્યા છે.

ડભોઈ પંથકમાં તસ્કરોનો તરખાટ વધ્યો
ડભોઈ પંથકમાં તસ્કરોનો તરખાટ વધ્યો
author img

By

Published : Nov 7, 2020, 8:40 AM IST

સોસાયટીમાં પાર્ક કરેલા બે વાહનોની થઈ ચોરી

તસ્કરો સીસીટીવીમાં વાહનો ઊંચકી જતા કેદ થયા

પોલીસે અજાણ્યા તસ્કરોની શોધખોળ આરંભી

વડોદરા : ડભોઇ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીઓના બનાવો વધી રહ્યા છે.ત્યારે ગતરાત્રીના ડભોઇ મહુડી ભાગોળ વિસ્તાર બહાર આવેલ જોહરાપાર્ક માંથી એક એકટીવા અને એક બાઇકની ચોરી થઈ હોવાની ફરીયાદ સામે આવી હતી.

તસ્કરો ચોરી કરતાં સીસીટીવીમાં કેદ
ડભોઇ પંથકમાં વધતાં ચોરીના બનાવોમાં અવારનવાર સી.સી.ટી.વીમાં ચોરો કેદ થતાં હોય છે.પોલીસ દ્વારા હજી સુધી તેઓને ઝડપી પાડવા નક્કર પગલાં ભરવામાં ન આવતાં હોવાનું લોકોમાં ચર્ચાો છે. અજાણ્યા શખ્સો ચોરી માટે સોસાયટીમાં પ્રવેશ્યા હતા. ઘર આંગણે રાખેલું એક એકટીવાને ઉંચકી ફરાર થયા હતા.એકટીવા લઈ જતાં ત્રણ ઇસમો એક સી.સી.ટી.વી.કેમેરામાં કેદ થયા હતા.જે અંગે ડભોઇ પોલીસ દ્વારા હાલ તો સી.સી.ટી.વી. ફૂટેજના આધારે ચોર ટોળકીનું પગેરું મેળવવા ચક્રોગતીમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.