ETV Bharat / city

યુવતીના પ્રેમમાં પડેલા યુવાનને તાલિબાની સજા: ઝાડ સાથે બાંધી માર મારતા યુવાનનું મૃત્યુ - love chapter

પાટણમાં મહિલાને તાલિબાની સજા (Talibani punishment )ની ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યાં તો વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં યુવતીના પ્રેમમાં પડેલા યુવાનને યુવતીના સગાંઓએ તાલિબાની સજા આપતા મૃત્યુ થયું હતું. બનાવને પગલે વડું પોલીસે હત્યા, અપહરણનો ગુનો દાખલ કરી 4 જણાની ધરપકડ કરી હતી.

યુવતીના પ્રેમમાં પડેલા યુવાનને તાલિબાની સજા: ઝાડ સાથે બાંધી માર મારતા યુવાનનું મૃત્યુ

author img

By

Published : Nov 18, 2021, 5:00 PM IST

Updated : Nov 18, 2021, 9:46 PM IST

  • પાટણ બાદ વડોદરાના પ્રેમપ્રકરણમાં યુવકને તાલિબાની સજા
  • ઝાડ સાથે બાંધી દઈ ઢોર માર માર્યો
  • યુવકનું મૃત્યુ થતા મચ્યો ખળભળાટ

વડોદરા: જીલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવકને તાલિબાની સજા (Talibani punishment ) આપવાની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનોને બંનેના પ્રેમ પ્રકરણ (love chapter)ની ખબર પડી જતા તેઓએ યુવકનું તેના ઘરેથી અપહરણ કર્યુ હતું.

સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા વડું પોલીસ થઈ દોડતી

યુવકને ઝાડ સાથે દોરડાથી બાંધી ઢોર માર માર્યો હતો. ચાર-પાંચ લોકોએ મળીને યુવકને લાકડીથી માર માર્યો હતો. જેમાં યુવક જયેશ રાવળનું મૃત્યું થયુ હતું. યુવકને ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી.

હત્યા, અપહરણનો ગુનો નોંધી 4ની ધરપકડ

પાદરા તાલુકા વડુ પોલીસ મથકની હદમાં આવેલ ચોકારી ગામ (village of vadodara )માં પ્રેમ પ્રકરણમાં યુવાનને તેના ઘરેથી અપહરણ કરી તાલિબાની સજા આપતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. જેમાં યુવતીના પરિજનોએ યુવાનને તેના ઘરેથી ઉઠાવી જઈને, ઝાડ સાથે બાંધી દઈ લાકડીઓ વડે માર મારતા હોવાનુ સાફ નજરે ચડે છે. યુવાન ગંભીર રીતે ઘાયલ થતા મૃત્યુ નિપજ્યું હતું.

ગુપ્ત ભાગે પણ માર માર્યો હોવાના પરિવારજનોના આક્ષેપ

ચોકારીના જયેશ રાવળ નામના યુવાનની તેઓના ગામના જ કેટલા લોકોએ તેના ઘરથી અપહરણ કરી ઝાડ સાથે બાંધીને લાકડીઓ વડે માર મારીને ગુપ્ત ભાગે પણ માર માર્યો હોવાના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા. વડોદરા (crime in vadodara) જીલ્લા પોલીસ વડા સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે ઘટના બાદ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.

ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો

હાલ ગામમાં શાંતિ ન ડહોળાય માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપીઓ સામે હત્યા, અપહરણ, માર મારવાની કલમ સાથે ગુનો દાખલ કર્યો છે. કોઇને પણ કોઈ વ્યક્તિને મારવાનો કે હત્યા કરવાનો અધિકાર નથી તેમ પણ જણાવ્યું હતું. હાલ આ ઘટનામાં વડુ પોલીસે મૃતક યુવાનનું પોસ્ટ મોર્ટમ કરાવી અપહરણ અને હત્યાનો ગુનો (vadodara murder case) નોંધી 4 સામે કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: વડોદરા રેપ કેસ મામલે રેલ્વે રેન્જ IGએ આપ્યું નિવેદન, કહ્યું- "કોઈપણ સંજોગોમાં ટ્રેક કરવામાં આવશે"

આ પણ વાંચો: ડાયરીમાં બંધ રહસ્ય ખુલ્યું: દિવાળીની વહેલી સવારે ટ્રેનમાં મળેલ મૃતક યુવતી સાથે વડોદરામાં 2 લોકોએ આચર્યુ હતું દુષ્કર્મ

Last Updated : Nov 18, 2021, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.