ETV Bharat / city

કોરોના, લમ્પી અને હવે સ્વાઈન ફ્લૂ : શહેરના તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ - Arrangements in Vadodara for swine flu

વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના (Swine Flu in Vadodara) દર્દીઓ નોંધાયા છે. વધતા જતા દર્દીના કેસોને લઈને શહેરની 14 પ્રાઇવેટ અને બે સરકારી હોસ્પિટલ ગોત્રી અને સયાજીમાં પણ દર્દીઓ માટે વ્યવસ્થા ઊભી (Swine Flu Case in Gujarat) કરવામાં આવી છે. તેમજ રસીકરણની માહિતી સાથેના ફોર્મ મંગાવ્યા હતા.

કોરોના, લંમ્પી અને હવે સ્વાઈન ફ્લૂ : શહેરના તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ

author img

By

Published : Jul 30, 2022, 2:33 PM IST

Updated : Jul 30, 2022, 4:08 PM IST

વડોદરા : વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો વ્યાપ વધારી રહ્યો છે, સાથે જ વરસાદના (Swine Flu in Vadodara) પાણીને પગલે મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ આ બાબતે રોગચાળાની કામગીરીમાં દોડતું થયું છે, ત્યારે બીજી તરફ છેલ્લા 15 દિવસમાં એચ-1 એન-1 વાય૨સથી થતો સ્વાઈન ફ્લૂ શહેરમાં વકરી રહ્યો છે. એક જ મહિનામાં શહેરમાં 60 જેટલા દર્દીઓ નોંધાયા છે. જે પૈકી 11 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. મળતી માહિતી મુજબ કોર્પોરેશનના (Swine Flu Case in Gujarat) આરોગ્ય વિભાગ મુજબ કોરોના કરતા પણ સ્વાઈન ફ્લૂમાં મોર્ટાલીટી રેટ વધારે જોવા મળે છે.

વડોદરાના શહેરના તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ

આ પણ વાંચો : જિલ્લામાં ગણદેવી તાલુકામાં પાણીજન્ય રોગચારા ફેલતા અટકાવવા આરોગ્ય વિભાગ એકશન મોડમાં

હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર - વડોદરા શહેરના તબીબો મુજબ ચારધામ યાત્રાએથી પરત ફરેલા લોકોમાં સ્વાઈન ફ્લૂ મોટી સંખ્યામાં જોવા મળ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય વિભાગ મુજબ શહેરમાં કુલ 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા, ત્યારે 27 અઠવાડિયામાં અત્યાર સુધી 87 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. જે ત્રણ વર્ષમાં સૌથી વધારે છે. શહેરની 14 પ્રાઇવેટ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે બે સરકારી હોસ્પિટલ ગોત્રી અને સયાજીમાં પણ દર્દીઓ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા (Vadodara Swine Flu Case) શરૂ કરી જે દર્દી પોઝિટિવ આવ્યો હોય તેના પરિવારજનોમાં પણ લક્ષણો છે કે કેમ અને તેમને પણ દવાની જરૂર છે કે નહીં તે તમામ પાસા ઉપર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : પાણીજન્ય રોગને અટકાવવા તંત્ર એક્શનમાં, ઘરે ઘરે જઈને કર્યું આ કામ

રસીકરણની માહિતી સાથેના ફોર્મ - કોર્પોરેશને તમામ હોસ્પિટલો પાસેથી સ્વાઈન ફ્લૂના દર્દીઓને (Vadodara Health Department) રાખવાની વ્યવસ્થા અને રસીકરણની માહિતી સાથેના ફોર્મ મંગાવ્યા હતા. જેમાં શહેરની કોર્પોરેટ અને અન્ય મળી માત્ર 14 હોસ્પિટલોને મંજૂરી અપાઇ છે. સ્વાઈન ફ્લૂના દર્દીઓની સારવાર કરનાર અને ડોક્ટરોને અલગ રખાયા છે અને ઇન્ફ્લુએન્ઝાની રસી પણ મૂકાઇ છે જે હોસ્પિટલના સ્ટાફને રસી મૂકવામાં આવી છે. તેને જ કોર્પોરેશને મંજૂરી આપી છે. 30 ટકા દર્દી ચારધામ (Vaccine for Swine Flu) જઈને આવેલા જ જણાયા છે.

Last Updated : Jul 30, 2022, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.