- ગુજરાતની પ્રથમ મહિલા સ્કાયડાઈવર શ્વેતા પરિવાર
- હજારો ફૂટની ઉંચાઈથી મારી છે જમ્પ
- સ્ટેસ્ચું ઓફ યુનિટીથી જમ્પ મારવાની ઈચ્છા
વડોદરા: જિલ્લાની 28 વર્ષીય સ્કાયડાઇવર શ્વેતા પરમાર, આકાશમાંથી હજારો ફૂટ ઊંચાઈએથી કૂદકો મારી ગુજરાતી પ્રથમ સ્કાયડાઈવર યુવતી તરીકેનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. શ્વેતાએ સરકાર તરફથી મંજૂરી મળે તો કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી કૂદવાની ઇચ્છા વ્યક્ત કરી છે. સ્વેતા પરમાર એ અત્યાર સુધીમાં સ્પેનમાં-દુબઇમાં- રશિયામાં 15 હજાર ફૂટ ઉંચાઇએથી 15 જમ્પ માર્યા છે.
બિઝનેશમાં સફળતા મળ્યા બાદ સપનુ પૂર્ણ કર્યું
શહેરની એમ.એસ.યુનિવર્સિટીમાંથી કોમર્સ ગ્રેજ્યુએટ કરી BBA અને ત્યાર પછી MBA સુધીનો અભ્યાસ કર્યો અભ્યાસ બાદ સુરતમાં એક ફાયનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી હતી નોકરી છોડીને નાના ભાઇ ક્રિષ્ના સાથે મળીને પોતાનો ડિઝીટલ માર્કેટીંગનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ ધંધામાં છ માસમાં જ સફળતા મળતા અને આર્થિક સ્થિતી સારી થતાં શ્વેતાએ આકાશમાંથી કૂદકો મારવાનું સ્વપ્ન પૂરું કર્યું હતું.
આ પણ વાંચો : વડોદરા ધર્માંતરણ કેસમાં સલાઉદ્દીન શેખના વધુ 2 દિવસના રિમાન્ડ મંજૂર
મોટી બહેનોએ કરાવ્યો અભ્યાસ
સ્કાય ડાઈવિંગની શરૂઆત શ્વેતાએ 2016માં કરી હતી અને આજ દિન સુધીમાં 15 હજાર ફૂટ ઊચાઈ આકાશમાંથી જમ્પ મારી ચૂકી છે. અને આવનાર બે-ત્રણ વર્ષ સુધીમાં 200 જમ્પ મારવાની છે. 18 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી પિતાની છત્રછાયા ગુમાવી દીધા બાદ ઘરની તમામ જવાબદારી મોટી બહેન પ્રિયંકા અને સંધ્યાબહેન ઉપાડી લીધી હતી. બંને બહેનોએ પોતાના અભ્યાસને અટકાવી શ્વેતા અને નાના ભાઇને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. પિતા જીવતા હતા ત્યારે શ્વેતાએ તેમણે કહ્યું હતું કે, શ્વેતા તેમનુ નામ રોશન કરીશ.
2016માં શરૂ કર્યું સ્કાયડાઈવિંગ
શ્વેતા જણાવણે છે ,મેં મારા પિતાને આપેલું વચન પૂરું કર્યું છે મારી પ્રગતિમાં મારી બહેનોની સાથે મારી માતાનો પણ વિશષ હાથ રહ્યો છે. 2016માં મહેસાણામાં આયોજિત સ્કાયડાઈવિંગના કેમ્પમાં ભાગ લેવા માટેની ફેસબુક પર એક જાહેરાત આવી હતી. મહેસાણામાં આયોજિત કેમ્પમાં રૂપિયા 35 હજારમાં 10 હજાર ફૂટની ઊંચાઈએથી પહેલો જમ્પ માર્યો અને પછી નક્કી કર્યું કે હવે આ ફિલ્ડમાં આગળ વધવું છે.
સ્પેનમાં લીધી તાલિમ
ઇન્ટરનેટ પર વધુ અભ્યાસ કર્યો કે સૌથી વધુ સલામત સ્કાયડાઇવિંગની તાલીમ ક્યાં આપવામાં આવે છે, સ્પેનમાં સલામત અને યોગ્ય તાલીમ મળતી હોવાના રીવ્યુ મળ્યા બાદ ડિસેમ્બર 2018માં સ્પેનમાં ગઇ હતી. હવામાં ઉડવાની અને જમ્પ મારવાની જટિલ તાલીમ મેળવવાની શરૂઆત પ્રથમ જમ્પમાં હાથ-પગમાં ઇજા પણ થઇ હતી પરંતુ ઇજાને સામાન્ય રીતે લઇને મેં ઉડાન ચાલુ રાખી હતી અને 29 જેટલા જમ્પ મારીને સ્કાય ડાઇવરનું લાયસન્સ મેળવ્યું હતું.
આ પણ વાંચો : વડોદરા: ધોળા દિવસે વેપારીની આંખમાં મરચું નાખીને સોનાના ચેઈનની લૂંટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી જમ્પ મારવાની ઈચ્છા
સ્કાયડાઇવિંગની યુ.એસ.એ. અને યુરોપમાં ઉજળી તકો છે. હાલમાં મારી પ્રબળ ઇચ્છા કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરથી જમ્પ મારવાની છે શ્વેતા પરમાર ગુજરાતની પ્રથમ પ્રથમ સિવિલિયન મહિલા સ્કાયડાઈવર છે. આ સાથે સ્પેનમાં 29 જેટલા જમ્પ મારીને સ્કાય ડાઇવરનું લાયસન્સ મેળવ્યું છે. ભારતમાં લાયન્સ મેળવનાર શ્વેતા ચોથી મહિલા બની છે પહેલા પદ્મશ્રી એવોર્ડ મેળવનાર રચેલ થોમસ અને બીજા શીતલ મહાજન છે.