વડોદરા : વડોદરા શહેરમાં દારૂનો પેટીઓ મળી હવે સામાન્ય(Vadodara Alcohol Amount) બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં અવાર નવાર વિવિધ સ્થળોએથી દારૂ મળી આવતા પોલીસ પર સવાલો ઉભા થાય છે, ત્યારે વડોદાર ફરી એકવખત મોટી માત્રામાં દારૂની પેટીઓ મળી આવતા ચકચાર મચી છે. વડોદરા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કારેલીબાગ એસ્ટેટમાં આવેલી ભાવના રોડલાઇન્સની ઓફિસમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા (State Monitoring Team Raids) પાડ્યા હતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ પણ વાંચો : આ ગામ માંગી રહ્યો છે દારૂ, તો સરપંચે અનોખી રીતે આપી ધમકી
સ્થાનિક પોલીસ પર સવાલો - સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડતા 60 જેટલી દારૂની પેટીઓ મળી આવતા ચકચાર મચી છે. વડોદરામાં અગાઉ અનેક વાર સ્ટેટ મોનીટરીંગ સેલેની કેટલીક કામગીરી સફળ સાબિત થઈ છે. જેને લઇને સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. જોકે, આટલી વખત સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહી છતાં સ્થાનિક પોલીસે દારૂબંધીની અમલવારીની કામગીરી વધુ કડકાઇ પુર્વક કરતી નથી. આ વાતની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. જે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ કારેલીબાગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી ઓફિસ કમ ગોડાઉનમાં દરોડામાં દારૂની પેટીઓ મળી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચોઃ આવા તે કેવા લગ્ન: રાજકોટમાં આજ મેરે યાર કી શાદી હૈ ગાઈને નાચતાં નાચતાં વરરાજાને પીવડાવ્યો દારૂ
દારૂ મળવાનો સિલસિલો યથાવત - હાલ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા દારૂ પકડી પાડીને ક્યાંથી લાવવામાં આવ્યો છે, અને ક્યાં લઇ જવાનો હતો સહિતની કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. અગાઉ પણ અનેક વાર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડીને દારૂનો જથ્થો પકડ્યો હતો. છતાં શહેરમાં દારૂનું વેચાણ બંધ થતું જોવા મળી રહ્યું નથી. હવે આ મામલે (Vadodara Crime Case) કોની સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.