વર્ષ 2010માં રાજ્યના તત્કાલીન મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરુઆત કરાવી હતી. જેના પરિણામે ગુજરાતના યુવાઓની રમત-ગમત ક્ષેત્રમાં રૂચી વધી છે અને તેમની રમત ચાહક તરીકે નવી છાપ ઉજાગર થઈ છે. ખેલ મહાકુંભે ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિજેતા બનવા સક્ષમ અનેક ખેલાડીઓ આપ્યા છે. ઉપરાંત ખેલ મહાકુંભમાં ભાગ લેનારા ખેલાડીઓની સંખ્યા દર વર્ષે વધી રહી છે.
મોટર બાઈક રેસિંગ એવી રમત છે જેના માટે વિશેષ સુવિધાઓની જરૂર પડે છે. આ રમત યુવાઓમાં સાહસિકતા, સમય સૂચકતા, ચપળતા, શિસ્ત અને ધૈર્યના ગુણો કેળવવાની ક્ષમતા વધારે છે.