વડોદરાના પ્રખ્યાત કમાટીબાગ ખાતે વડોદરાના મહેમાન બનેલા અને પ્રાણી સંગ્રહાલયની શોભા વધારનારા જંગલી પ્રાણી વાઘ, સિંહ, ચિત્તો અને દીપડા સહિતના પ્રાણીઓ ઠંડીને કારણે મુશ્કેલીમાં મુકાયા હોવાથી પ્રાણી સંગ્રહાલય તંત્ર દ્વારા પાંજરાઓમાં તાપણાની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.
કર્મચારી દ્વારા સાંજે 6 કલાકે તાપણું સળગાવી દેવામાં આવે છે, જેથી પશુઓ અને પક્ષીઓ શીત પ્રકોપથી બચી શકે. આ ઉપરાંત જંગલી પ્રાણીઓના ખોરાકમાં પણ શિયાળાને ધ્યાનમાં રાખીને મધ જેવા સ્વાસ્થ્ય વર્ધક પદાર્થો ખોરાકમાં મિલાવીને આપવામાં આવે છે.