ETV Bharat / city

પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ તસ્કરો બેફામ

ડોદરામાં ધોળા દિવસે મહિલાના ગળામાંથી અછોડો તોડી લૂંટારુ ફરાર (Terror of robbers in Vadodara) થઈ ગયા હતા. જોકે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે પોલીસે હવે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો બેફામ, ધોળા દિવસે મહિલા સાથે કર્યું આ કામ

author img

By

Published : Jul 22, 2022, 2:28 PM IST

Updated : Jul 22, 2022, 3:44 PM IST

વડોદરાઃ શહેરમાં તસ્કરો બેફામ બની રહ્યા છે. ધોળા દિવસે તો અહીં રસ્તા પર ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. આવી જ રીતે શહેરમાં ધોળા દિવસે મહિલાની ગળામાંથી અછોડો તોડી બાઈકસવાર લૂંટારુંઓ ફરાર થઈ ગયા હતા. અહીં માંજલપુર પોલીસ સ્ટેશનની (Manjalpur Police Station) હદમાં (Robbery in Manjalpur Police Station area) આવતા વડસર બ્રિજ પાસે જ આ ઘટના બની હતી. અહીં મહિલા પોતાની પુત્રીને સાથે લઈને રસ્તા પરથી પસાર થઈ રહી હતી. તે જ દરમિયાન તસ્કરો તેમના ગળામાંથી અછોડો ઝૂંટવીને લઈ ગયા હતા.

ઘટના CCTV કેમેરામાં કેદ

આ પણ વાંચો- અચાનક ચડી આવેલા લૂંટારૂઓએ જોતજોતામાં બંદુક કાઢી ગોળી મારી દીધી

ઘટના CCTVમાં કેદ - જોકે, આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ત્યારે હવે માંજલપુર પોલીસે (Manjalpur Police Station) બાઈકસવાર લૂંટારુંઓની શરૂ કરી છે. વડસર બ્રિજ પાસે બિલા બોન્ગ સ્કૂલ પાસેના પ્લે સેન્ટરમાંથી અનિતા શર્મા નામની મહિલા પોતાની બાળકી સાથે ઘરે ચાલતા જતાં હતાં. તે જ દરમિયાન અચાનક બાઈક પર આવેલા 2 શખ્સો પૈકીના એકે મહિલાના ગળામાં પાછળથી હાથ નાખી અછોડો તોડી લીધો હતો.

આ પણ વાંચો- જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ, ઝપાઝપીના દ્રશ્યો CCTVમાં કેદ

મહિલા પ્રતિકાર કરે તે પહેલાં લૂંટારુંઓ ફરાર - જોકે મહિલાના એક હાથમાં તેની દિકરી હોવાથી તે કોઈ પ્રતિકાર આપે તે પહેલાં જ બાઈક પર આવેલા લૂંટારું ફરાર (Terror of robbers in Vadodara) થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ (Robbery in Manjalpur Police Station area) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો, જ્યાં બાઈકસવાર લૂંટારુંઓની ઓળખ છતી કરી તેમને ઝડપી પાડવા પોલીસે કવાયત શરૂ કરી છે.

ફરી તસ્કરોનો વધ્યો આતંક - શહેરમાં અછોડા તોડોનો આતંક ફરી એક વખત વધ્યો છે. ત્યારે આવા બાઈકસવાર લૂંટારુંઓને ઝડપી પાડવા વડોદરા પોલીસે ઠેરઠેર વાહન ચેકિંગ (Vadodara Police Vehicle Checking) શરૂ કર્યું છે, પરંતુ બાઈકસવાર લૂંટારુંઓ પોલીસને હાથતાળી આપી તેમનું કામ પાર પાડી રહ્યાં છે. થોડા સમયે પહેલા જ કારેલીબાગ વિસ્તારમાં ઘરની બહાર બેઠેલાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઈન તોડી બાઈકસવાર 2 લૂંટારુંઓ ફરાર થઈ ગયા હતા. જોકે, આ બંને લૂંટારુંઓને ગણતરીની કલાકોમાં વાસદ બ્રીજ પાસેથી પોલીસે ઝડપી પાડ્યાં હતાં. છતાંય શહેરમાં મહિલાઓના અછોડા તોડી ફરાર થઈ જવાનો સિલસિલો યથાવત્ છે.

Last Updated : Jul 22, 2022, 3:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.