- માંડવીમાં 6 તોલાના ઘરેણાં લઈ ગઠિયો ફરાર
- કારીગરને હિપ્નોટાઇઝ કરી દાગીના લઈ શખ્સ નાસી છૂટ્યો
- CCTVના આધારે પોલીસ તપાસ શરૂ કરાઈ
વડોદરા: શહેરના માંડવી વિસ્તારમાં આવેલા ચોક્સી બજાર પટોળીયા પોળમાં શ્રીનાથજી ચેમ્બર્સમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં કામ કરતો કારીગર 3 લાખની કિંમત ધરાવતા 6 તોલા સોનાના દાગીનાના 2 સેટ પૉલિશ કરવા માટે નજીકમાં આવેલી દુકાને જવા નીકળ્યો હતો. તે દરમિયાન, અજાણ્યા શખ્સોએ તેમને કોલકતાની ઓળખાણ આપી પગે લગાવી હિપ્નોટાઇઝ કર્યો હોવાની વાત સામે આવી હતી.
આ પણ વાંચો: ખેડાના કપડવંજથી પોલિસ બની ઉઘરાણી કરતો ગઠિયો ઝડપાયો
વાડી પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરી
હિપ્નોટાઇઝ કરી કારીગરના ખિસ્સામાંથી સોનાના દાગીના લઇ ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે કારીગરે માલિકને જાણ કરતા CCTV ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી. જેમાં, 3 શખ્સો શંકાસ્પદ જણાઇ આવતા તેઓએ વાડી પોલીસને અરજી કરતા આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: અમદાવાદ: શાહીબાગમાં ગાડીમાંથી ઓઇલ ટપકે છે કહીને ગઠિયો લેપટોપ સહિતની બેગ લઈને ફરાર